બોલિવૂડમાં જોરશોરથી અથિયા અને કેએલ રાહુલના લગ્નને લઇ ચર્ચા, 3 મહિનામાં જ સુનિલ શેટ્ટીના ઘરે શરણાઇની ગુંજ, રાહુલ અને અથિયાના ઘરે લગ્નની તૈયારીઓ શરૂ


કેએલ રાહુલ, અથિયા શેટ્ટી, Athiya Shetty, KL Rahul, wedding bells, Suniel Shetty, KL Rahul and Athiya Shetty, Kl rahul Marriage,
હાલ અથિયા શેટ્ટી કેએલ રાહુલ સાથે જર્મનીમાં મોજુદ, થોડા દિવસોમાં રાહુલની સર્જરી

તમે અવારનવાર ક્રિકેટર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના અફેરની ચર્ચાઓ સાંભળી હશે. પરંતુ હવે એવું લાગે છે કે સુનીલ શેટ્ટીની પ્રિય પુત્રી આથિયા અને કેએલ રાહુલે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. નવા અહેવાલો અનુસાર, અથિયા અને કેએલ રાહુલ હવે લગ્ન કરવા માટે તૈયાર છે અને તેઓ ટૂંક સમયમાં એકબીજાના સાથી બનવાના છે. સૂત્રોના મતે ત્રણ મહિનામાં જ સુનિલ શેટ્ટીના ઘરે શરણાઇઓ વાગશે.

ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યા છે અથિયા-કેએલ રાહુલ
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ આગામી ત્રણ મહિનામાં લગ્ન કરી શકે છે. આથિયા શેટ્ટીની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે આથિયા અને કેએલ રાહુલ 3 વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને હવે બંને આગામી 3 મહિનામાં લગ્નના બંધનમાં બંધાશે. લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

કપલ મુંબઈમાં લગ્ન કરશે
સૂત્રએ કહ્યું- રાહુલના માતા-પિતા તાજેતરમાં મુંબઈમાં અથિયાના માતા-પિતાને મળ્યા હતા. અથિયા અને રાહુલ પણ તેમના માતાપિતા સાથે તેમનું નવું ઘર જોવા ગયા હતા, જ્યાં તેઓ લગ્ન પછી શિફ્ટ થવાના છે. આ કપલના લગ્ન આગામી 3 મહિનામાં મુંબઈમાં થશે. બંને પરિવારો માટે આ એક ભવ્ય ઉજવણી હશે. હાલ અથિયા લગ્નની દરેક નાની-મોટી બાબતોનું ધ્યાન રાખે છે. આ પહેલા પણ અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ડિસેમ્બરમાં લગ્ન કરવાના અહેવાલ હતા. હવે તાજેતરના અહેવાલો જોતા એવું લાગે છે કે અથિયા અને કેએલ રાહુલ 2022 માં એકબીજા સાથે તેમના નવા જીવનની શરૂઆત કરી શકે છે અને પતિ-પત્નીના સંબંધમાં બંધાઈ શકે છે. ચાહકો હવે બી-ટાઉન સ્ટાર કપલના લગ્નનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

અથિયા અને કેએલ રાહુલના બોન્ડની વાત કરીએ તો બંને એકબીજા પર પ્રેમ વરસાવવાનો કોઈ મોકો છોડતા નથી. અથિયા અને કેએલ રાહુલ ઘણીવાર એકબીજા સાથે તસવીરો શેર કરીને તેમના સંબંધોની પુષ્ટિ કરે છે. બંનેની જોડીને ફેન્સનો ઘણો પ્રેમ મળે છે. હવે દરેક તે ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે અથિયા શેટ્ટી તેની પ્રિય કેએલ રાહુલ કી દુલ્હનિયા બનશે.