ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને પણ અપાયું સ્થાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપે પોતાની સર્વપ્રથમ યાદી જાહેર કરી છે અને તેમાં 14 જેટલી મહિલા ઉમેદવારોને પણ યાદીમાં સ્થાન આપ્યું છે. ભારતના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને પણ ટિકિટ આપવામાં આવી છે. તેમને જામનગર ઉત્તરથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ ત્રણ વર્ષ પહેલા ભાજપમાં સામેલ થયા હતા અને છેલ્લા કેટલાક સમયથી રવિન્દ્ર જાડેજા ઇજાને કારણે ભારતીય ટીમમાંથી બહાર છે ત્યારથી જ ચર્ચા હતી કે રિવાબાને ટિકિટ મળશે.

મિકેનિકલ એન્જીનિયર છે રિવાબા જાડેજા
મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરનાર રિવાબા લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેમણે વર્ષ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. રિવાબા જાડેજા, રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચુક્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા.

ભાજપની યાદીમાં 14 મહિલા ઉમેદવાર

  • માલતીબેન કિશોરભાઇ મહેશ્વરી – ગાંધીઘામ
  • જિજ્ઞાબેન સંજયભાઇ પંડ્યા – વઢવાણ
  • દર્શિતાબેન પારસભાઇ શાહ-  રાજકોટ પશ્ચિમ
  • ભાનુબેન મનોહરભાઇ બાબરિયા  – રાજકોટ ગ્રામીણ
  • ગીતાબા જયરાજસિંહ જાડેજા – ગોંડલ
  • રિવા બા રવિન્દ્રસિંહ જાડેજા-  જામનગર ઉત્તર
  • દર્શનાબેન દેશમુખ વસાવા- નાદોંદ
  • સંગીતાબેન પાટિલ – લિંબાયત
  • પાયલબેન મનોજભાઇ કુકરાઇ- નરોડા
  • કંચનબેન વિનુભાઇ રાદડિયા – ઠક્કરબાપાનગર
  • નિમિશાબેન મનહરભાઇ ડિંડોર- મોરવાહડ
  • મનિષાબેન રાજીવભાઇ વકીલ – વડોદરા
  • ભીખીબેન ગરવંતસિંહ – બાયડ
  • દર્શનાબેન વાઘેલા – અસારવા

ક્યા મહિલા ઉમેદવારોની ટિકિટ કપાઇ
મહિલાઓ ઉમેદવારો કે જેમની ટિકિટ કપાઇ છે તેમાં નીમાબેન આચાર્ય, કે જેઓ વિધાનસભા અધ્યક્ષ પણ હતા તેમની ટિકિટ કપાઇ છે. ભુજથી તેઓ 2002થી ભાજપના ધારાસભ્ય રહ્યા હતા જોકે હવે તેમનું પત્તું કટ થતા તેમના યુગનો અંત આવ્યો છે.