આસામ રાજ્ય સરકારે મુસ્લિમ મેરેજ એક્ટને નાબૂદ કરી દેવાનું મોટું પગલું ભર્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની આગેવાની હેઠળની કેબિનેટે રાજ્યમાં રહેતા મુસ્લિમોના લગ્ન અને છૂટાછેડાની નોંધણી સંબંધિત 89 વર્ષ જૂના કાયદાને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. 
આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે કારણ કે તેને યુસીસીનું પ્રથમ પગલું માનવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે ઉત્તરાખંડ UCC લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે,ત્યારે હવે આસામે પણ તે દિશામાં પગલું ભર્યું છે.

નોંધનીય છે કે હિંદુ મેરેજ એક્ટ 1955ના અમલ બાદ હિંદ, બૌદ્ધ અને શીખ સમુદાય બહુપત્નીત્વનો અંત આવ્યો છે એટલુંજ નહિ પણ ખ્રિસ્તીઓમાં પણ ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872 હેઠળ નાબૂદ કરવામાં આવતા બહુપત્નીત્વનો અંત આવ્યો છે.
જોકે,મુસ્લિમોમાં બહુપત્નીત્વ રિવાજ હજુ પણ સામાન્ય ગણાય છે.
પરંતુ આસામ સરકારનું વલણ એકદમ સ્પષ્ટ છે. અહીંની ભાજપ સરકાર 2026 સુધીમાં બાળ લગ્ન પર નવો કાયદો લાવશે, જેની સજા બે વર્ષથી વધારીને દસ વર્ષ કરવામાં આવશે.

આ અંગે પર્યટન મંત્રી જયંત મલ્લા બરુઆએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ અગાઉથી જ જાહેરાત કરી હતી કે આસામમાં સમાન નાગરિક સંહિતા(UCC) લાગુ કરવામાં આવશે અને તે દિશામાં આખરી નિર્ણય લીધો છે.
તેઓએ ઉમેર્યું કે આજે અમે આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજીસ્ટ્રેશન એક્ટ, 1935ને રદ્દ કરવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.”

ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ ના યુનિફોર્મ સિવિલ કોડમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.
પહેલા મુસ્લિમ ધર્મમાં લગ્ન માટે કોઈ વય મર્યાદા ન હતી, જો છોકરો કે છોકરી યોગ્ય જણાય તો તેઓ લગ્ન કરી લેતા,પરંતુ હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો હોવાથી લગ્નની ઉંમર નક્કી કરવામાં આવી છે.

ઉત્તરાખંડમાં લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. તેવી જ રીતે, પહેલા મુસ્લિમ ધર્મમાં બહુપત્નીત્વની મંજૂરી હતી, પરંતુ યુસીસીના આગમન પછી, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે બિલ પસાર કરવામાં આવ્યું છે તેમાં કેટલીક શરતો મૂકવામાં આવી છે. જો પ્રથમ લગ્નમાં છૂટાછેડા ન થયા હોય તો, તમે બીજા લગ્ન કરી શકતા નથી.

હવે આસામ સરકારે પણ આ દિશામાં પગલું ભર્યું છે.
ગતરોજ શુક્રવારે મળેલી બેઠકમાં મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા અધિનિયમ 1930 નાબૂદ કરી દીધો છે.

આપને જણાવી દઈએ કે બિસ્વા સરકારે અગાઉ એક કમિટી બનાવી હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તે સમિતિની રચના કરવામાં આવી હતી, ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે ઇસ્લામમાં પણ બહુપત્નીત્વ ફરજિયાત નથી.
આવી સ્થિતિમાં આ પ્રથાને તોડવા માટે કાયદો બનાવવાની વાત થઈ હતી. હવે મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કરીને એ દિશામાં પગલું ભરવામાં આવતા ઉત્તરાખડ બાદ હવે આસામ પણ તે યાદીમાં સામેલ થઈ ગયું છે.