એશિયા કપ 2022 શેડ્યૂલ જાહેર : એશિયા કપ સંયુક્ત આરબ અમીરાતમાં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

Asia Cup 2022, India Pakistan Match, India, Pakistan, T20 Matches, Jay Shah, BCCI, PCB, ભારત-પાકિસ્તાન, એશિયા કપ,

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
લાંબી રાહ જોયા બાદ એશિયા કપ (Asia Cup)નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 27મી ઓગસ્ટથી શરૂ થશે અને ફાઈનલ 11મી સપ્ટેમ્બરે રમાશે. અહીં ભારત-પાકિસ્તાન (IND vs PAK) ને સમાન જૂથમાં મૂકવામાં આવ્યા છે અને તેઓ 28 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે બંને દેશો વચ્ચે ટક્કર થશે. . તમને જણાવી દઈએ કે એશિયા કપનું આયોજન સંયુક્ત આરબ અમીરાત (UAE)માં થઈ રહ્યું છે.

એશિયા કપમાં બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાં ત્રણ ટીમો હશે. ગ્રુપ Aમાં ભારત-પાકિસ્તાનની સાથે અન્ય ક્વોલિફાઈંગ ટીમ હશે. એ જ રીતે અફઘાનિસ્તાનની ટીમને શ્રીલંકા અને બાંગ્લાદેશની સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવી છે. શેડ્યૂલ અનુસાર, ભારત 28 ઓગસ્ટથી પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી ભારતની બીજી મેચ 31 ઓગસ્ટે રમાશે. આ પછી 3 સપ્ટેમ્બરથી સુપર-4 રાઉન્ડમાં 6 મેચ રમાશે. ટોચની બે ટીમો 11 સપ્ટેમ્બરે ફાઇનલમાં ટકરાશે.

BCCI સેક્રેટરી જય શાહે પોતાના ટ્વિટર હેન્ડલથી એશિયા કપનું શેડ્યૂલ શેર કર્યું છે. તેણે લખ્યું, ‘આખરે રાહ પૂરી થઈ છે કારણ કે એશિયન સર્વોપરિતા માટેની સ્પર્ધા 27 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપની આ 15મી આવૃત્તિ T20 વર્લ્ડ કપ પહેલા મહત્વની તૈયારી તરીકે કામ કરશે. તમને જણાવી દઈએ કે, પ્રથમ એશિયા કપ 2022 શ્રીલંકામાં આયોજિત થવાનો હતો. પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ત્યાં ચાલી રહેલી અસ્થિરતાને કારણે તેને UAE શિફ્ટ કરવામાં આવ્યો છે. જોકે, ઈવેન્ટની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.