ઓસ્કર એન્ટ્રી માટેની કુલ 20 ફિલ્મોમાંથી ઘૂમર અને ધ કેરળ સ્ટોરીને પણ સામેલ કરાઇ

ઓસ્કાર કમિટીએ ભારતની સત્તાવાર એન્ટ્રી પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં જ દેશભરમાંથી 20 જેટલી એન્ટ્રી મોકલવામાં આવશે. આ ફિલ્મોમાં ‘ઘૂમર’ અને ‘ધ કેરાલા સ્ટોરી’ને પણ સામેલ કરવાની ચર્ચા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાને ઓસ્કાર સિલેક્શન માટે મોકલવામાં આવેલી ફિલ્મોમાં આ બે ફિલ્મો પણ સામેલ છે. બંને ફિલ્મો 2023ની મહિલા કેન્દ્રિત ફિલ્મોના ભાગ રૂપે મોકલવામાં આવી છે.

શું આ ફિલ્મો રેસમાં સામેલ છે?
આ સિવાય અનંત મહાદેવનની ‘ધ સ્ટોરીટેલર’ પણ ઓસ્કાર એન્ટ્રી માટે જઈ રહેલી ફિલ્મોમાં પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવી રહી છે. આ ફિલ્મ સત્યજીત રેની ટૂંકી વાર્તા પર આધારિત છે. આ સિવાય નંદિતા દાસ દ્વારા નિર્દેશિત અને કપિલ શર્મા અભિનીત ફિલ્મ ‘ઝ્વિગેટો’ના નામની પણ ચર્ચા થઈ રહી છે. આ રેસમાં કેટલીક મરાઠી અને તેલુગુ ફિલ્મો પણ સામેલ છે.

23મી સપ્ટેમ્બરે જાહેર થશે!
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જો મરાઠી ફિલ્મ ‘વલવી’ સિલેક્શન કમિટિ પર અસર કરવામાં સફળ થાય છે તો તેને મોકલવામાં આવે તેવી પુરી શક્યતાઓ છે. આ સિવાય વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ’12મી ફેલ’ પણ સામેલ છે. ચેન્નાઈમાં ફિલ્મોની સ્ક્રીનિંગ શરૂ થઈ ગઈ છે. પસંદગીની ફિલ્મોની જાહેરાત 23 સપ્ટેમ્બર સુધીમાં કરવામાં આવે તેવી શક્યતા છે.

RRR એ મચાવી હતી ધૂમ
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પાન નાલિકની ફિલ્મ ‘છેલ્લો શો’ને ઓસ્કાર માટે ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી હતી. આ પહેલા મધર ઈન્ડિયા, લગાન અને RRR જેવી ફિલ્મો એકેડેમી એવોર્ડ્સમાં પોતાનું સ્થાન બનાવી ચુકી છે. RRR ના નાટુ નાટુ ગીતે ઓસ્કાર પર પોતાનો દાવો દાખવીને ઈતિહાસ રચ્યો હતો. ‘નાટુ નાટુ’ને 95માં એકેડેમી એવોર્ડ્સમાં ઓસ્કાર મળ્યો અને આ સાથે તે ઓસ્કાર જીતનાર પ્રથમ ભારતીય ગીત બની ગયું હતું.