અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાનાં પુત્ર આર્યન નેહરાએ નેશનલ ગેમ્સમાં સિલ્વર મેડલ સાથે રાજ્યનું ગૌરવ વધાર્યું

અમદાવાદ, ઑક્ટોબર 3:રાજકોટમાં ચાલી રહેલી નેશનલ ગેમ્સમાં સ્વિમિંગ કોમ્પિટિશનમાં ગુજરાત મેડલની સૌથી વધુ આશા રાખી રહ્યું છે અને તે જ સમયે આજે આવી ગયો છે. ગુજરાતના આશાસ્પદ ખેલાડી આર્યન નેહરાએ સ્વિમિંગ કોમ્પિટિશનમાં ગુજરાતનું ખાતું ખોલ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કમિશનર વિજય નેહરાના પુત્ર આર્યન નેહરાએ ગુજરાતને સિલ્વર મેડલ અપાવ્યો છે. આ સાથે જ ગુજરાતને નેશનલ ગેમ્સમાં બીજો સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે અત્યાર સુધીમાં ગુજરાતે પાંચ ગોલ્ડ અને છ બ્રોન્ઝ સાથે કુલ 13 મેડલ જીત્યા છે.

ભારતમાં તેની પ્રથમ સિનિયર ઈવેન્ટમાં ભાગ લઈ રહેલા આર્યન નેહરાએ 1500 મીટર ફ્રીસ્ટાઈલમાં ગુજરાતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. ગોલ્ડ મેડલ મધ્યપ્રદેશના સ્વિમર અદ્વૈત પેજનાં ફાળે ગયો હતો. આર્યન 16:03.14ના સમય સાથે બીજા સ્થાને રહ્યો જયારે અદ્વૈત પુરુષોની 1500 મીટર ફ્રીસ્ટાઈલમાં 15:54.79નો સમય સાથે પ્રથમ ક્રમે રહ્યો હતો. કર્ણાટકનો અનિશ ગૌડા 16:05.94 સમય સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો.

ભૂતપૂર્વ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના પુત્ર, 18 વર્ષીય, રાષ્ટ્રીય રમતોની તૈયારી કરવા માટે ગુવાહાટીમાં સિનિયર નેશનલ સ્વિમિંગ ટુર્નામેન્ટમાં ભાગ લીધો નહતો અને આજે સિલ્વર મેડલ સાથે તેણે પોતાની મહેનતને ચાર ચાંદ લગાવ્યા હતા. આ તરફ તેણે પેરુમાં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો જેનો અનુભવ તેને ઘરઆંગણે કામ આવ્યો હતો. આર્યન ફ્લોરિડામાં સ્વિમિંગમાં કરિયર બનાવવા વિશેષ તૈયારી કરી રહ્યો છે. આર્યને સિલ્વર જીત્યા બાદ જણાવ્યું હતું કે “મને લીમા ખાતેની કોમ્પિટિશનમાં જ અહેસાસ થઈ ગયો હતો કે હજુ ઘણું કરવાનું બાકી છે. હું જ્યાં પોતાને લઈ જવા માંગતો હતો ત્યાં હું નહતો પહોંચી શક્યો. સમય ઓછો હતો પરંતુ કામ ઘણું બાકી હતું જેને મેં ઝડપથી પૂર્ણ કર્યું અને આજે એ અનુભવ અને એ મહેનતના પગલે મને સિલ્વર મેડલ મળ્યો છે. મંગળવારે, તે લાંબા અંતરની ફાઇનલ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 200m બટરફ્લાય હીટ્સમાં બહાર બેઠો અને તે નિર્ણય આજે મેડલમાં પરિણમ્યો છે.