કેજરીવાલે પોતાના ગુજરાત પ્રવાસ પહેલા મોટો ધડાકો કર્યો

નમસ્કાર ગુજરાત ન્યુઝ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે ગુજરાતમાં વહેલી ચૂંટણી થશે અને તેની જાહેરાત દસથી પંદર દિવસમાં થઇ શકે છે. ભરૂચમાં યોજાનારા આદિવાસી સંમેલન ને લઇ અરવિંદ કેજરીવાલ મોડીરાત્રે સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે દાવો કર્યો હતો કે ભાજપ રાજ્યમાં આમ આદમી પાર્ટીના ડરને પગલે વહેલી ચૂંટણી યોજવા માંગે છે.

ભાજપને આપથી ડર- અરવિંદ કેજરીવાલ
સુરત એરપોર્ટ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે જેમ પત્રકારોના સૂત્ર હોય છે તેમ આમ આદમી પાર્ટીના સૂત્રો કહી રહ્યા છે કે ગુજરાતમાં પહેલી ચૂંટણીના સંકેતો જોવા મળી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફ્રેન્ડલી મેચ થઇ રહી હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે અને આપને વધુ સમય ન મળવો જોઇએ તેવો ભાજપનો ધ્યેય છે.
કેજરીવાલે કહ્યું કે ભાજપ આવતા અઠવાડિયાએ વિધાનસભા ભંગ કરીને ચૂંટણીનું એલાન કરવા જઈ રહી છે. આ સાથે જ કહ્યું કે AAPનો આટલો બધો ડર?

ગુજરાતમાં સમયસર ચૂંટણી થશે- સી. આર. પાટીલ
ગુજરાતના રાજકારણમાં આજકાલ આ પ્રશ્નની ખુબ ચર્ચા થઇ રહી છે. જો કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી સમયસર યોજાશે.
આ ઉપરાંત ગઈકાલે 28 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવેલા ભારતીય જનતા પાર્ટીના રહ્સ્ત્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને પણ આ પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે ચૂંટણીનું કામ ચૂંટણી પાંચ જુએ છે, પણ જ્યાં સુધી વહેલી ચૂંટણી યોજવાની વાત થઇ રહી છે, તે વિષે ભારતીય જનતા પાર્ટીએ એવો કોઈ પ્રસ્તાવ રાખ્યો નથી.