ભાજપે 46માંથી 10માં બિનહરીફ જીત મેળવી, નેશનલ પીપલ્સ પાર્ટીએ પાંચ, NCPએ ત્રણ બેઠકો, પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ બે, કોંગ્રેસ એક અને અપક્ષોએ ત્રણ બેઠકો જીતી
અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ભારે બહુમતી મળી છે. રાજ્યની 60 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 46 બેઠકો જીતી છે. નેશનલ પીપલ્સ પાર્ટીએ પાંચ સીટો જીતી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ ત્રણ બેઠકો, પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ બે, કોંગ્રેસ એક અને અપક્ષોએ ત્રણ બેઠકો જીતી છે.
2019માં બીજેપીએ અરુણાચલ પ્રદેશમાં 41 સીટો જીતી હતી. તેમને 50.86 ટકા મત મળ્યા હતા. જેડીયુ સાત બેઠકો સાથે બીજા સ્થાને હતી. 2024ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 54.57 ટકા વોટ મળ્યા અને પાંચ બેઠકો મેળવી.
પેમા ખાંડુ સહિત 10 ઉમેદવારો બિનહરીફ જીત્યા
મુખ્યમંત્રી પેમા ખાંડુ સહિત ભાજપના 10 ઉમેદવારોએ વિધાનસભા ચૂંટણીમાં બિનહરીફ જીત મેળવી છે. પેમા ખાંડુ અરુણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દોરજી ખાંડુના પુત્ર છે. પેમા ખાંડુ પહેલીવાર જુલાઈ 2016માં મુખ્યમંત્રી બન્યા હતા, જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા. સીએમ બન્યા બાદ તેઓ સપ્ટેમ્બરમાં પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલમાં જોડાયા હતા. આ પછી તેઓ ડિસેમ્બર 2016માં ભાજપમાં જોડાયા હતા.