રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ યાદવ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર થયા બાદ બિહારમાં રાજકારણ ગરમાયું છે.

ભારતીય જનતા પાર્ટી લાલુ પ્રસાદની પાર્ટી આરજેડી પર સતત પ્રહારો કરી રહી છે.

ભાજપે સોશિયલ મીડિયા પર લખ્યું કે કોંગ્રેસ અને આરજેડીએ બિહારને પાછળ ધકેલવાનું કામ કર્યું.
લાલુ પ્રસાદ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે લાલુ રાજમાં યુવાનોને જમીન ખરીદીને રોજગાર આપવામાં આવતો હતો.

ભાજપે સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો કે આરજેડીએ વાતાવરણ બગાડી મૂક્યું હતું.

પીએમ મોદીના બિહાર આગમનથી વાતાવરણ સુધર્યું છે.
હવે તે એકતરફી લડાઈ છે.
2024ની લોકસભા ચૂંટણીમાં બીજેપી બિહારમાં 40માંથી 40 સીટો જીતવા જઈ રહી છે,મહાગઠબંધનના કારનામાની જનતાને ખબર છે.
મધ્યપ્રદેશની MPMLA કોર્ટે લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.

આ કેસ હથિયારોની ગેરકાયદેસર ખરીદી અને વેચાણ સાથે સંબંધિત છે અને લગભગ 26 વર્ષથી પેન્ડિંગ છે. આ મામલે કોર્ટે લાલુ વિરુદ્ધ આ વોરંટ જારી કર્યું છે.

ગ્વાલિયર કોર્ટે 1998માં આ કેસમાં લાલુ પ્રસાદ યાદવને ફરાર જાહેર કર્યા હતા. યુપી ફર્મના ડાયરેક્ટર રાજકુમાર શર્મા પર 1995 અને 1997 વચ્ચે ગ્વાલિયરની ત્રણ આર્મ્સ કંપનીઓ પાસેથી છેતરપિંડી કરીને હથિયાર અને કારતુસ ખરીદવાનો આરોપ છે.

શર્માએ બિહારમાં હથિયાર અને કારતુસ વેચ્યા હતા. લાલુ પ્રસાદ યાદવનું નામ પણ એ લોકોમાં સામેલ છે જેમને આ હથિયારો વેચવામાં આવ્યા હતા. આ મામલો 23 ઓગસ્ટ 1995થી 15 મે 1997ની વચ્ચે બન્યો હતો. આ કેસમાં કુલ 22 આરોપીઓ છે. છ સામે સુનાવણી ચાલી રહી છે. બે મૃત્યુ પામ્યા છે.
લાલુ પ્રસાદ યાદવ સહિત 14 ફરાર છે.