Full time પર 2-2 ની બરોબરી, એક્સ્ટ્રા ટાઈમ પર 3-3ની બરોબરી પર રહ્યા બાદ આર્જેન્ટીનાએ ફ્રાન્સને શૂટ આઉટમાં હરાવ્યું, મેસીને ચેમ્પિયનશિપ સાથે વિદાય, મબપ્પેની હેટ્રિક એળે ગઇ, 36 વર્ષ બાદ આર્જેન્ટિના ચેમ્પિયન
ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ટાઇટલ મેચનું પરિણામ પેનલ્ટી શૂટઆઉટમાં આવ્યું હતું. પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાનો વિજય થયો હતો.
કતારમાં વર્લ્ડ કપ ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું. તે 36 વર્ષ બાદ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યો છે. તેણે 1978 અને 1986 બાદ હવે ત્રીજી વખત આ ખિતાબ જીત્યો છે. નિર્ધારિત 90 મિનિટ સુધી મેચ 2-2 થી બરોબર રહી જતાં મેચ વધારાના સમયમાં ગઈ હતી. ત્યાં લિયોનેલ મેસ્સીએ ગોલ કરીને આર્જેન્ટિનાને 3-2થી આગળ કરી દીધું હતું, પરંતુ કાયલિયન એમબાપ્પેના મનમાં કંઈક બીજું હતું. તેણે 117મી મિનિટે ગોલ કરીને મેચને 3-3ની બરાબરી પર લાવી દીધી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ મેચ જીતી લીધી હતી.
લિયોનેલ મેસીએ 23મી મિનિટે પેનલ્ટી પર મેચમાં પ્રથમ ગોલ કર્યો હતો. તે વિશ્વ કપની તમામ નોકઆઉટ મેચોમાં ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો. તે પછી એન્જલ ડી મારિયાએ 36મી મિનિટે ગોલ કરીને આર્જેન્ટિનાને 2-0થી આગળ કરી દીધું હતું. હાફ ટાઈમ સુધીમાં આર્જેન્ટિનાની ટીમ 2-0થી આગળ હતી. હાફ ટાઈમ પછી પણ બંને ટીમોએ આક્રમણ ચાલુ રાખ્યું હતું પરંતુ ગોલ કરી શકી નહોતી. 80 મિનિટ સુધી એવું લાગી રહ્યું હતું કે આર્જેન્ટિના આસાનીથી મેચ જીતી જશે, પરંતુ કાયલિયાન એમબાપ્પે બે મિનિટમાં બે ગોલ કરીને બાજી પલટી પલટો નાખી હતી. તેણે 80મી અને 81મી મિનિટમાં ગોલ કર્યા હતા.
નિર્ધારિત 90 મિનિટ બાદ સ્કોર 2-2 થી બરાબર રહેતા મેચ વધારાના સમયમાં ગઈ હતી. ત્યાં બંને ટીમોને 15-15 મિનિટના બે-બે હાફ મળ્યા. લિયોનેલ મેસીએ 108મી મિનિટે ગોલ કરીને આર્જેન્ટિનાને મેચમાં 3-2થી આગળ કરી દીધું હતું. ફરી એક વાર આર્જેન્ટિના વિજયની ધાર પર હોય તેવું દેખાતું હતું, પરંતુ Kylian Mbappé ફરીથી તેમના રસ્તામાં ઊભા હતા. તેણે 117મી મિનિટે ગોલ કરીને મેચને 3-3ની બરાબરી પર લાવી દીધી હતી. આ પછી મેચ પેનલ્ટી શૂટઆઉટ સુધી પહોંચી હતી. ત્યાં આર્જેન્ટિનાએ મેચ 4-2થી જીતી લીધી હતી.