હો ચી મિન્હ સિટીમાં ભારતના કોન્સ્યુલ જનરલ, ડૉ. મદન મોહન સેઠી આ વર્ષના અંતમાં કોન્સ્યુલેટ તરીકેની કામગીરી શરૂ કરશે

IFS Dr Madan Mohan sethi, Auckland Indian consulate, consul general, Indian embassy in New Zealand, ministry of external affairs in India,

ઓકલેન્ડમાં સંપૂર્ણ સુવિધાયુક્ત ભારતીય કૉન્સ્યુલેટ ઓફીસ શરૂ થવાની નજીક છે કારણ કે ભારત સરકારે મિશનનું નેતૃત્વ કરનાર આઈએફએસ ઓફિસરની નિમણૂક કરી લીધી છે.

હો ચી મિન્હ સિટીમાં ભારતના કોન્સ્યુલ જનરલ, ડૉ. મદન મોહન સેઠી, જ્યારે આ વર્ષના અંતમાં કોન્સ્યુલેટ કામગીરી શરૂ કરશે ત્યારે તેમની નિમણૂંક ઓકલેન્ડ કોન્સુલ તરીકે કરાઈ છે.

27 ડિસેમ્બર, 2023 ના રોજ, ભારત સરકારે ઓકલેન્ડમાં સંપૂર્ણ સેવા કૉન્સ્યુલેટ ઓફીસ ખોલવાની દરખાસ્તને મંજૂરી આપી હતી, જે ન્યૂઝીલેન્ડમાં દક્ષિણ એશિયાના વિશાળ રાજદ્વારી પદચિહ્નને મજબૂત બનાવશે.

ઓટેરોઆમાં ભારતનું મુખ્ય રાજદ્વારી મિશન હાલમાં વેલિંગ્ટનમાં કાર્યરત છે. કિવી-ભારતીઓની સેવા આપવા માટે ઓકલેન્ડમાં 2017માં માનદ કોન્સ્યુલેટ ખોલવામાં આવ્યું હતું અને ભાવ ધિલ્લોનને ઓકલેન્ડમાં ભારતના પ્રથમ માનદ કોન્સ્યુલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સેઠી 2006માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા. 2006 થી 2008 સુધી તેઓ દિલ્હીમાં ફોરેન સર્વિસ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ હેઠળ હતા. 2008માં થોડા સમય માટે તેમણે દિલ્હીમાં મંત્રાલયના BSM (બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર અને માલદીવ) વિભાગમાં એટેચ તરીકે કાર્ય કર્યું હતું.

સપ્ટેમ્બર 2008 થી સપ્ટેમ્બર 2010 સુધી, તેમણે ભારતીય દૂતાવાસ, યાંગોનમાં ભાષા પ્રશિક્ષક તરીકે કામ કર્યું, ત્યાં ભારતીય દૂતાવાસની સંસ્કૃતિ અને માહિતી શાખાની સંપૂર્ણ જવાબદારી પણ સંભાળી હતી.

સપ્ટેમ્બર 2010 થી ફેબ્રુઆરી 2014 સુધી, તેઓ મ્યાનમારમાં ભારતના કોન્સ્યુલેટ જનરલમાં કોન્સ્યુલ જનરલ હતા. માર્ચ 2014 થી ઓગસ્ટ 2017 સુધી, તેમણે રોમના ભારતીય દૂતાવાસમાં રાજકીય અને વાણિજ્ય અધિકારી તરીકે જવાબદારી સંભાળી હતી. નિયમિત અધિકારીની ગેરહાજરીમાં, સેઠીએ જુલાઈ 2016 થી ઓગસ્ટ 2017 દરમિયાન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન, ઈન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ઓગસ્ટ 2017 થી એપ્રિલ 2019 સુધી, સેઠીએ વિદેશ મંત્રાલયમાં ASEAN ML વિભાગને લગતા કામો સંભાળ્યા. મે 2019 થી મે 2020 સુધી, તેમણે સેન્ટ્રલ યુરોપ ડિવિઝનના ડિરેક્ટરનો ચાર્જ છોડ્યો હતો.

મેડિકલ ગ્રેજ્યુએટ એવા IFS સેઠીનો જન્મ 1973માં ઓડિશાના ખુર્દા જિલ્લામાં થયો હતો. તેમણે ભારતીય વિદેશ સેવામાં જોડાતા પહેલા લગભગ ચાર વર્ષ સુધી ઓડિશામાં ચાર અલગ-અલગ રાજ્યની હોસ્પિટલોમાં કામ કર્યું હતું.