અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્કમાં ખાલિસ્તાની કટ્ટરપંથીઓનું વધુ એક શરમજનક કૃત્ય પ્રકાશમાં આવ્યું છે. અહીં કેટલાક તોફાની તત્વોએ મંદિરમાં તોડફોડ કરી હતી.
એટલું જ નહીં, આ લોકોએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા.
કેલિફોર્નિયા પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે અને મામલાની તપાસ શરૂ કરી છે.
અહેવાલ છે કે જે મંદિર પર ખાલિસ્તાન સમર્થકોએ હુમલો કર્યો હતો તે વોશિંગ્ટન ડીસીથી 100 કિમી દૂર સ્થિત છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ મંદિરની દિવાલો પર ખાલિસ્તાન તરફી નારા લખેલા છે. એટલું જ નહીં મંદિરના બોર્ડ પર ભારત વિરોધી પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યું છે. હિંદુ-અમેરિકન સંસ્થાએ આ ઘટનામાં તપાસની માંગ કરી છે.
ઉત્તર અમેરિકા અને કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા મંદિરોને નિશાન બનાવવામાં આવી રહયા છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર અમેરિકા અને કેનેડામાં સક્રિય કેટલાક ખાલિસ્તાન સમર્થક સંગઠનો સતત હિંદુ મંદિરોમાં તોડફોડની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.
અગાઉ પણ કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં આ વર્ષે ઓગસ્ટમાં સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું.
મંદિરના ગેટ પર ખાલિસ્તાની પોસ્ટર લગાવવામાં આવ્યા હતા,જેના પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની તસવીર પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.
પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે ‘કેનેડા 18 જૂનની હત્યાની ઘટનામાં ભારતની ભૂમિકાની તપાસ કરી રહ્યું છે.’