તાજેતરમાં સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નવા કાયદામાં ‘હિટ એન્ડ રન’ રોડ અકસ્માતના કેસમાં 7 લાખ રૂપિયાના દંડ અને 10 વર્ષની જેલની જોગવાઈ કરવામાં આવતા તેનો દેશભરમાં ટ્રક ચાલકોમાં વિરોધ કરી રહયા છે આજે આંદોલનનો બીજો દિવસ છે અને 3 જાન્યુઆરી સુધી હડતાળ ચાલશે.
દેશના વિવિધ રાજ્યોમાં ચાલતા વિરોધ પ્રદર્શનને કારણે કેટલીક જગ્યાએ પહેલાજ દિવસે ઈંધણની અછત ઉભી થઇ હોવાના અહેવાલો છે.

ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે કહ્યું છે કે આ જોગવાઈઓને કારણે ટ્રક ડ્રાઈવરોને અયોગ્ય હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે.
તેથી આ કાયદો પાછો ખેંચવો જોઈએ તેવી ટ્રક ચાલકોની માંગણી છે.
જોકે,નવા કાયદાની જોગવાઈઓ હજુ અમલમાં આવી નથી.
મુંબઈમાં ગઈ કાલેજ 50 ટકા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂવઠો બંધ થઈ ગયો હતો.
છત્રપતિ સંભાજીનગરના કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ નહિ પહોંચતા પેટ્રોલ વિતરણ બંધ થઈ ગયું હતું.
ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે કહ્યું છે કે માત્ર 35 ટકા વાહનો જ પેટ્રોલ અને એલપીજી જેવી આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય કરે છે.

મુંબઈના શિવરી વિસ્તારમાં ઓઈલ કંપનીમાં કામ કરતા ટ્રક ડ્રાઈવરોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
અહીં 300થી વધુ ટ્રક ચાલકો હડતાળ પર ઉતર્યા હતા પરિણામે મુંબઈ પોલીસે બંદોબસ્ત વધારી દીધો હતો.

હડતાળને કારણે ફળો અને શાકભાજી તેમજ ઈંધણના પુરવઠા ને અસર થઈ રહી છે.
એક દિવસના વિરોધમાં MMRને 150 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે જ્યારે આતો ત્રણ દિવસ હડતાળ ચાલશે તેમાં મોટું નુકશાન વેઠવું પડી શકે છે.

સોલાપુર, કોલ્હાપુર, નાગપુર અને ગોંદિયા જિલ્લામાં પણ ‘રાસ્તા રોકો’ પ્રદર્શન કરવામાં આવી રહયા છે.
જોકે,નવી મુંબઈ અને અન્ય સ્થળોએ પહેલા દિવસે સ્થિતિ નિયંત્રણમાં રહી પણ હવે બીજા દિવસે તેની અસર જોવા મળી શકે છે.
દેશના બાકીના ભાગોમાં, પ્રથમ દિવસની હડતાળની આંશિક અસર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, હિમાચલ, રાજસ્થાન અને બિહારમાં જોવા મળી હતી.
મધ્ય પ્રદેશમાં ઈન્દોર, ગુજરાતમાં સુરત અને હરિયાણાના અંબાલા એવા અન્ય શહેરોમાં ટ્રક ડ્રાઈવરોએ નવા કાયદાનો વિરોધ કર્યો હતો

.કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા ‘હિટ એન્ડ રન’ કાયદાના વિરોધમાં દેશભરમાં ટ્રક અને ડમ્પર ચાલકોની હડતાળનો આજે બીજો દિવસ છે. હડતાળના કારણે વાહનવ્યવહાર વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં લોકોની મુશ્કેલીઓ વધી છે. હડતાળની અસર ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને મુંબઈથી લઈને ઈન્દોર સુધી જોવા મળી રહી છે. આ સ્થળોએ ટ્રક ચાલકોએ પોતાની ટ્રકો પાર્ક કરીને રસ્તાઓ બ્લોક કરી દીધા છે. પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. ટ્રક ડ્રાઈવરોની હડતાળ 1 જાન્યુઆરીથી શરૂ થઈ હતી અને 3 જાન્યુઆરી સુધી ચાલશે.