વિધાનસભા ચુંટણી પહેલા મોહન રાઠવા બાદ ભગા બારડે કોંગ્રેસ છોડી,
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે પહેલા જ કોંગ્રેસમાંથી એક બાદ એક વિકેટો પડી રહી છે. દિગ્ગજ નેતાઓ પણ હવે કોંગ્રેસને છોડી રહ્યા છે. એક તરફ જ્યાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં ધારાસભ્યોએ કોંગ્રેસ છોડો અભિયાન ક્યાંક શરૂ કર્યું હોય એવું લાગી રહ્યું છે. તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઇ ગયા છે. ભગવાન બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. ગઈકાલે આદિવાસી નેતા અને કોંગ્રેસના દસ વખતના ધારાસભ્ય રહેલા મોહન રાઠવા એ પક્ષ છોડ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ તેઓ પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા.
સૌરાષ્ટ્રમાં ભાજપનો શું છે ગેમ પ્લાન?
આદિવાસી બાદ મતો બાદ ભાજપની નજર આહિર મતો પર છે. ભાજપને આહિર સમાજના મોટા નેતાની જરૂર છે. આહિર મતોને ભાજપ તરફ વાળવા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. વાસણભાઈ આહિરને રિપિટ ન કરવામાં આવે તો ભાજપ ભગાભાઈને ટિકિટ આપી શકે છે.
કોંગ્રેસ MLA મોહન રાઠવા ભાજપમાં કહ્યું…
આ દરમિયાન ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ભાજપમાં જોડાયા બાદ મોહન રાઠવાએ જણાવ્યું હતું કે કમલમમાં આવવાનો મોકો મળ્યો અને ભાજપમાં જોડાવું મારુ સૌભાગ્ય છે. કોંગ્રેસમાં ઘણા વર્ષો કામ કર્યું પણ સમય સમય બળવાન હોવાનું જણાવી મોહન રાઠવાએ કહ્યું હતું કે, આગામી સમયમાં વિકાસના કામો સાથે મળીને કરશું તેમ પણ ઉમેર્યું હતું. વધૂમાં દિલીપ સંઘાણીના લીધે મને આ તક મળી હોવાનું મોહન રાઠવાએ કહ્યું હતું.