નમસ્કાર ગુજરાત ન્યૂઝ. મેલબોર્ન
દિવાળી દરમિયાન અન્નકૂટનું વિશેષ મહત્વ રહેલું છે અને મેલબોર્ન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના તાબા હેઠળના મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન 30 ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું. દિવાળીના પાંચ મુખ્ય તહેવારોમાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટ એ ચોથો મુખ્ય તહેવાર છે. ધનતેરસે લક્ષ્મીપૂજાની સાથે દિવાળી દરમિયાન અન્ન પૂજા પણ અનેક સ્થાને ઘણું મહત્વ ધરાવે છે. ગોવર્ધન મહારાજની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય અન્ન, દૂધ વગેરેની કમી નથી રહેતી અને ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ ગાયો પર રહે છે.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ના તાબા હેઠળ આવતી મેલ્બોઉરને ગુરુકુળ ની પોતાના ૨૫ એકર જગ્યા પર અતિ ભવ્ય રીતે ઇન્ડિયા ના સૌથી મોટા તહેવાર દિવાળી અને અન્નકૂટ નું વિશેસ આયોજન કરેલ હતું. આ વિશેષ કાર્યક્રમ માં વિવિધ મહાનુભાવો એ પધારી ને તહેવાર ની ઉજવણી માં ભાગ લીધેલ હતો. કાર્યક્રમ દરમિયાન કિર્તન ભક્તિ , ધાર્મિક કથા , પૂજ્ય સંતોના નવા વર્ષ માટે વિશેષ આશીર્વાદ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે ભવ્ય મહા આરતી અને સ્નેહ મિલાન સમારોહનું આયોજન કરાયું હતું.

બાળકો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે ૩૫૦થી વધારે હરિભક્તોએ આ દિવાળી અન્નકૂટના ભાગ લીધો હતો. રાજકોટ ગુરુકુળ સંસ્થાનાના સ્થાપનાના ૭૫ વર્ષ પુરા થવા નિમિત્તે અમૃત મહોત્સવનું આયોજન આગામી ડિસેમ્બર 2022માં થનાર છે અને એ નિમિતે મેલબોર્નના યોજાયેલ અન્નકૂટમાં ભવ્ય ઉજવણીમાં વિવિધ ભક્તો દ્વારા શુદ્ધ અને શાકાહારી ૨૭૫થી પણ વધારે વાનગીનો ભોગ ભગવાનને ધરવામાં આવ્યો હતો.