મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ વર્ષે જુલાઈમાં લગ્ન કરશે.

આ વર્ષે માર્ચમાં ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યા બાદ હવે બીજા પ્રિ-વેડિંગ ફેસ્ટિવલ પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

બીજું પ્રિ-વેડિંગ દરિયામાં વૈભવી ક્રુઝમાં યોજાશે, જે ઇટાલીથી દક્ષિણ ફ્રાન્સ સુધીની ત્રણ દિવસની દરિયાઈ સફર ખેડશે આ દરમિયાન મહેમાનો ત્રણ દિવસની ભવ્ય પાર્ટી માણશે.

નોંધનીય છે કે માર્ચમાં જામનગરમાં યોજાયેલી પ્રથમ પ્રિ-વેડિંગ પાર્ટીમાં દેશ-વિદેશની અનેક ફિલ્મ અને બિઝનેસ હસ્તીઓએ ભાગ લીધો હતો ત્યારબાદ હવે મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ પાર્ટી હોસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે ,આ માટે મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે 28 થી 30 મેની વચ્ચે બીજી પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કરવામાં આવશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બીજા પ્રી-વેડિંગ ઈવેન્ટના ગેસ્ટ લિસ્ટમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સામેલ થઈ શકે છે.

આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે સલમાન ખાન સ્પેન જવા રવાના થયો છે.
આજે તે મુંબઈના કાલીના એરપોર્ટ પર જોવા મળ્યો હતો,અભિનેતા કડક સુરક્ષા સાથે જોવા મળ્યો હતો.

સલમાન ખાનની સાથે તેનો ભત્રીજો નિરવાન ખાન પણ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, તે પણ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે.

અહેવાલ છે કે અંબાણી પરિવાર લગભગ 800 મહેમાનોને લક્ઝરી ક્રૂઝ પર હોસ્ટ કરશે,આ ક્રૂઝ ત્રણ દિવસમાં 4380 કિમીનું અંતર કાપશે અને ઇટાલીથી દક્ષિણ ફ્રાન્સ જશે.

800 મહેમાનો ઉપરાંત 600 હોસ્પિટાલિટી સ્ટાફ પણ ક્રુઝ પર હાજર રહેશે. 

સલમાન ખાન ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોની પણ પત્ની સાક્ષી સાથે સ્પેન જવા રવાના થઈ ગયા છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ માર્ચમાં જામનગરમાં આયોજિત પ્રી-વેડિંગ ફંક્શનમાં પણ પોતાના લુક અને સ્ટાઈલથી ઘણી લાઇમલાઇટ મેળવી હતી,હવે તે આ બીજા પ્રી-વેડિંગ સેરેમનીનો પણ ભાગ બનવા જઈ રહ્યો છે.

આ સિવાય રણબીર કપૂર પણ આલિયા ભટ્ટ અને પુત્રી રાહા સાથે બીજા પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે રવાના થઈ ગયો છે. અનંત અંબાણી જુલાઈમાં તેમની લાંબા સમયની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાના છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન લંડનમાં થઈ શકે છે.

આ કપલની સગાઈ 19 જાન્યુઆરી 2023ના રોજ મુંબઈમાં થઈ હતી. રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ વિરેન મર્ચન્ટ અને ઉદ્યોગસાહસિક શૈલા મર્ચન્ટની પુત્રી છે.

આમ,હવે બીજા પ્રિ વેડિંગ વૈભવી ક્રુઝમાં યોજાનાર હોય દેશ-વિદેશથી મહેમાનો આવવાનું શરૂ થયું છે.