પટિયાલામાં ન્યૂઝીલેન્ડ મોકલવાના નામે ટ્રાવેલ એજન્ટો દ્વારા રૂ.1.60 લાખની છેતરપિંડીનો ભોગ બનેલા વૃદ્ધે ભાખરા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે.
આ મામલે સિટી સામના પોલીસે બે ટ્રાવેલ એજન્ટ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે.

સામનાના રહેવાસી હર્ષ કુમારે પોલીસને આપેલી ફરિયાદ મુજબ, તેમના પિતા બલજિંદર સિંહ 23 એપ્રિલના રોજ કામ માટે પાણીપત ગયા હતા,બાદમાં તે ઘરે પરત ફર્યા ન હતા.
દરમિયાન, 25 એપ્રિલે, તેને કુરિયર દ્વારા એક બંધ પરબિડીયું મળ્યું, જેમાં તેના પિતા બલજિંદર સિંહે આરોપી દીપક, વિઝા ઓવરસીઝ શાસ્ત્રી માર્કેટ જલંધરના પ્રદીપ બંસેર અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ધારક રાકી વિરુદ્ધ લખેલી એક સુસાઇડ નોટ મળી હતી.

આરોપીઓએ ફરિયાદીના પિતા પાસેથી વર્ક પરમિટ પર ન્યુઝીલેન્ડ મોકલવાના બહાને રૂ. 1.60 લાખ લીધા હતા, પરંતુ બાદમાં તેઓએ ન તો બલજીન્દર સિંહને વિદેશ મોકલ્યા હતા કે ન તો પૈસા પરત કર્યા હતા.
જેનાથી પરેશાન બલજિન્દર સિંહે સમાણાની ભાખરા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે આ અંગે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.