જાપાનના ટોક્યોના હનેડા એરપોર્ટ પર આજે મંગળવારે લેન્ડિંગ દરમિયાન એરક્રાફ્ટની અંદર ભીષણ આગ ફાટી નીકળતા નાસભાગ મચી હતી.
મળતી માહિતી મુજબ, કોસ્ટ ગાર્ડના વિમાન સાથે જાપાન એરલાઈન્સના જેટની સંભવિત ટક્કર બાદ આ દુર્ઘટના હોવાનું કહેવાય છે.
આ દુર્ઘટના દરમિયાન કોસ્ટ ગાર્ડના વિમાનમાં સવાર પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે,એરપોર્ટ પર ઈમરજન્સી લાદી દેવામાં આવી હતી.
આ ઘટના બાદ એરપોર્ટ પર ઈમરજન્સી લાદી દેવામાં આવી હતી. એરલાઈન્સે જણાવ્યું હતું કે તમામ 379 મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
એરપોર્ટ ઉપર લેન્ડિંગ પછી પ્લેન અન્ય પ્લેન સાથે અથડાવાની આશંકા છે. અહેવાલો અનુસાર, જેએએલ 516 એરક્રાફ્ટ પેસેન્જર પ્લેન લેન્ડ થયું તે જ સમયે ઉડાન ભરી હતી. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ દરમિયાન રાહતકર્મીઓ આગ ઓલવવાના પ્રયાસમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.