પૃથ્વી સિવાય બીજા ગ્રહ ઉપર એલિયન્સ હોવાનો દાવો વર્ષોથી કરવામાં આવી રહ્યો છે અને દુનિયાભરની સ્પેસ એજન્સીઓ એલિયન્સની અદ્રશ્ય દુનિયા શોધવામાં વ્યસ્ત છે ત્યારે અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે અમેરિકન સ્પેસ એજન્સી નાસા 2030 સુધીમાં એલિયન્સની શોધ કરી લેશે.
સંશોધકોનો દાવો છે કે બૃહસ્પતિ ગ્રહના ચંદ્ર યુરોપા પર એલિયન્સની હાજરી હોઈ શકે છે,તેમને શોધવા માટે એક મિશન શરૂ કરવામાં આવશે.
નાસા આ વર્ષે ઓક્ટોબરમાં ‘યુરોપા ક્લિપર’ નામનું અવકાશયાન અવકાશમાં મોકલવા જઈ રહ્યું છે. યુરોપા ક્લિપર બૃહસ્પતિ ગ્રહના ચંદ્ર યુરોપા સુધી પહોંચવા માટે સાડા પાંચ વર્ષનો પ્રવાસ કરશે.
અહીં પહોંચ્યા પછી, તે આ ચંદ્ર પર જીવનના સંકેતો શોધવાનું શરૂ કરશે. આ અવકાશયાન બનાવવામાં 178 મિલિયન ડોલર એટલે કે અંદાજે 1500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ઓક્ટોબરમાં લોન્ચ થયા બાદ, યુરોપા ક્લિપર 2030 સુધીમાં યુરોપા ચંદ્રની યાત્રા પૂર્ણ કરશે.
ડેઈલી મેલના અહેવાલ મુજબ વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોની ટીમે કહ્યું છે કે યુરોપા ક્લિપર અવકાશયાન આધુનિક સાધનોથી સજ્જ છે.
યુરોપા ચંદ્રના મહાસાગરોમાંથી નીકળતા બરફના નાના કણોમાં જીવન હાજર છે કે કેમ તે પણ આ સાધનો શોધી શકે છે.
સાધનો દ્વારા, તે રસાયણો પણ શોધી શકાય છે જે પૃથ્વી પર જીવન માટે જવાબદાર છે.
હકીકતમાં, યુરોપા ચંદ્ર વિશે એવું કહેવાય છે કે અહીં મોટા મહાસાગરો છે અને તેમના પર બરફની જાડી ચાદર પથરાયેલી છે.
આ બરફની ચાદર નીચે જીવન અસ્તિત્વમાં હોઈ શકે છે.
જો અહીં એલિયન્સની હાજરી હશેતો જાણી શકાશે.