ભારતે અગ્નિ-5નું પરિક્ષણ કરતા તેની વિશ્વભરમાં નોંધ લેવાઈ છે અને અમેરિકન વૈજ્ઞાનિકોને ડર છે કે MIRV ટેક્નોલોજીથી ભારત એટલું શક્તિશાળી બની જશે કે તે પાકિસ્તાન-ચીન જેવા દુશ્મન દેશોના ઠેકાણાઓને એક જ વારમાં નષ્ટ કરી દેવા સક્ષમ બની જશે.

આ મિસાઈલ બેઈજિંગ, શાંઘાઈ, ગુઆંગઝુ અને હોંગકોંગ સહિત સમગ્ર ચીનને પણ નિશાન બનાવવામાં સક્ષમ છે. ‘અગ્નિ-5’ આપણી બીજી શ્રેણીઓમાનું સૌથી આધુનિક હથિયાર છે. તેની પરમાણુ સામગ્રી વહન કરવાની ક્ષમતા અન્ય મિસાઈલ પ્રણાલીઓ કરતા ઘણી વધારે છે.

અમેરિકાના એક ટોચના વૈજ્ઞાનિક ભારતના AGNI-5 મિસાઈલ દિવ્યસ્ત્રના સફળ પરીક્ષણને લઈને ચિંતિત છે.
તેમનું કહેવું છે કે આ મિસાઈલ MIRV ટેક્નોલોજીથી સજ્જ છે, જે પાકિસ્તાનને નિઃશસ્ત્ર કરી શકે છે.
ભારત પાસે પહેલાથી જ 700 કિમીની રેન્જવાળી અગ્નિ-1, 2000 કિમીની રેન્જવાળી અગ્નિ-2, 2,500 કિમીથી 3,500 કિમીની રેન્જવાળી અગ્નિ-3 મિસાઈલ છે. જ્યારે અગ્નિ-4 અને અગ્નિ-5 ચીનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

વૈજ્ઞાનિકોને ડર છે કે આનાથી ભારતની શક્તિ એટલી વધી જશે કે તે પાકિસ્તાન અને ચીન જેવા દેશો ભારત પર હુમલો કરે તે પહેલા જ તેના ઠેકાણા નાશ કરી શકે છે.

ભારતની સૈન્ય થિંક ટેન્કને એટલી શક્તિ મળશે કે પાકિસ્તાન જો હુમલો કરે તે પહેલા જ તેનો નાશ કરી દેશે. આ ટેક્નોલોજી ભારતમાં આવવાથી પાકિસ્તાન કે ચીન હુમલો કરતા પહેલા 100 વાર વિચારશે.

ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના ન્યુક્લિયર ઇન્ફર્મેશન ડાયરેક્ટર હેન્સ ક્રિસ્ટેનસેને અગ્નિ-Vના પરીક્ષણ પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે અમેરિકા અને રશિયાએ START II સંધિ હેઠળ MIRV પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારતના આ પરીક્ષણથી ચિંતા વધી છે.

વર્ષ 2021માં, હેન્સ ક્રિસ્ટેનસેને પણ એક લેખમાં લખ્યું હતું કે જો ભારત તેની બેલિસ્ટિક મિસાઇલો માટે MIRV ટેક્નોલોજી વિકસાવવામાં સફળ થાય છે, તો તે ઓછી મિસાઇલોથી ઘણા લક્ષ્યો પર હુમલો કરી શકે છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે MIRVથી ભારત ઉપર દુશ્મન દેશ હુમલો કરે તે પહેલા તે તેના મહત્વપૂર્ણ લક્ષ્યોને નષ્ટ કરી દેશે.

એમઆઈઆરવી ટેક્નોલોજી મિસાઈલને એવી શક્તિ આપે છે કે તે એક સાથે અનેક લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. તેમાં ઘણા શસ્ત્રો અથવા મિસાઇલો ફીટ કરી શકાય છે, જે તેને એવી શક્તિ આપે છે કે એક જ મિસાઇલ એક જ સમયે અનેક લક્ષ્યો પર હુમલો કરી શકે છે અથવા એક લક્ષ્ય પર હુમલો કરવા માટે એક જ સમયે અનેક મિસાઇલોનો ઉપયોગ કરી શકાય છે. આ ફીચરને કારણે એમઆઈઆરવી મિસાઈલને એન્ટી મિસાઈલ દ્વારા શોધવી મુશ્કેલ બની જાય છે. અમેરિકાએ વર્ષ 1970માં આ ટેક્નોલોજી વિકસાવી હતી અને 1971માં MIRVથી સજ્જ સબમરીન-લોન્ચ બેલેસ્ટિક મિસાઈલ તૈયાર કરી હતી.

ભારતે 11 માર્ચે અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ને અભિનંદન પાઠવ્યા હતા. અગ્નિ-5 મિસાઈલનું વજન 50 હજાર કિલોગ્રામ છે અને તેની લંબાઈ 17.5 મીટર છે. તેની પાસે 1500 કિલોગ્રામ વજનના પરમાણુ હથિયાર વહન કરવાની ક્ષમતા છે. તેમાં ત્રણ તબક્કાના રોકેટ બૂસ્ટર છે, જે ઘન ઇંધણ પર ઉડે છે. તેની ઝડપ અવાજની ગતિ કરતા 24 ગણી વધારે છે.
આ મિસાઈલ 29,402 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દુશ્મન પર હુમલો કરી શકે છે.
આમ,ભારતની આ તાકાતની અમેરિકાએ નોંધ લીધી છે.