સફળ અરજદારોને આની સૂચના આપવામાં આવી, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર પ્રતિબંધિત કંપનીઓની યાદી પણ જાહેર કરી
USA વિદેશી કામદારોને H-1B વર્ક વિઝા આપવા માટે રેન્ડમ લોટરી પસંદગીનો બીજો રાઉન્ડ પૂર્ણ કર્યો છે. આમાં મોટી સંખ્યામાં ભારતીયોને પણ લાભ મળવાની આશા છે. ફેડરલ એજન્સીના જણાવ્યા અનુસાર, સફળ અરજદારોને આની સૂચના આપવામાં આવી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર (DoL)એ તેમની વેબસાઇટ પર પ્રતિબંધિત/અયોગ્ય કંપનીઓની યાદી પણ જાહેર કરી છે.
પૂરતી સંખ્યામાં ઉમેદવારો મળ્યા
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસીઆઇએસ) એ જણાવ્યું હતું કે જેમણે નાણાકીય વર્ષ 2024 માટે યોગ્ય રીતે નોંધણી કરાવી છે તેમની પસંદગી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમારી પાસે જરૂરિયાત મુજબ પૂરતી સંખ્યામાં ઉમેદવારો છે. તમામ સફળ અરજદારો 1 ઓક્ટોબરથી શરૂ થતા નાણાકીય વર્ષ માટે H-1B વિઝા માટે પાત્ર બનશે.
પ્રથમ રાઉન્ડની H-1B લોટરીમાં મોટી સંખ્યામાં અયોગ્ય અરજદારો સફળ થયા બાદ USCIS એ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં H-1B વિઝાનો અભૂતપૂર્વ બીજો રાઉન્ડ હાથ ધર્યો હતો.
USCIS મુજબ, મોટી સંખ્યામાં પાત્ર નોંધણીઓએ ઘણા પાત્ર નોંધણીઓ ધરાવતા લાભાર્થીઓ માટે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. એવું પણ જોવા મળ્યું છે કે કેટલાક લોકોએ બહુવિધ રજિસ્ટ્રેશન સબમિટ કર્યા છે. જેના કારણે તેની પસંદગીની શક્યતાઓ ગેરવાજબી વધી ગઈ હશે. આવી સ્થિતિમાં, અમે નોંધણી પ્રક્રિયાના દુરુપયોગને રોકવા માટે પ્રતિબદ્ધ છીએ.
કઇ કંપનીઓ પર પ્રતિબંધ મૂકાયો ?
- બ્રોડગેટ Inc
કંપનીને જૂન 2022માં ગેરલાયક ઠેરવવામાં આવી હતી અને આ પ્રતિબંધ જૂન 2024 સુધી રહેશે. - મેક્સ યુએસએ, Inc
કંપનીને મે 2023માં ગેરલાયક ઠેરવવામાં આવી હતી અને આ પ્રતિબંધ મે 2025 સુધી રહેશે. - પેકેટ વન એલએલસી
પેકેટ વન એલએલસીને પણ મે 2023 માં ગેરલાયક ઠેરવવામાં આવ્યું હતું અને પ્રતિબંધ મે 2025 સુધી રહેશે. - સ્પેટ બિઝનેસ સોલ્યુશન્સ એલએલસી
કંપનીને ઓક્ટોબર 2021માં ગેરલાયક ઠેરવવામાં આવી હતી અને આ પ્રતિબંધ ઓક્ટોબર 2023 સુધી રહેશે. - Cloudpoint Systems Inc
કંપનીને ઓગસ્ટ 2021માં ગેરલાયક ઠેરવવામાં આવી હતી અને આ પ્રતિબંધ ઓગસ્ટ 2023 સુધી રહેશે. - Virtulytix Inc
કંપનીને માર્ચ 2023માં ગેરલાયક ઠેરવવામાં આવી હતી અને આ પ્રતિબંધ માર્ચ 2025 સુધી રહેશે. - મુજીબ રહેમાન
આ યાદીમાં મુજીબ રહેમાનનું નામ પણ છે. તેને મે 2023માં ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો અને પ્રતિબંધ મે 2025 સુધી રહેશે. - કોમ્પ્રીહેન્સિવ કિડ્સ ડેવલપમેન્ટલ સ્કૂલ
શાળાને ‘H-1B વિલફુલ વાયોલટર લિસ્ટ ઓફ એમ્પ્લોયર’ હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવી છે. પ્રતિબંધ કેટલો સમય ચાલશે તે સ્પષ્ટ નથી. - How We Fund It, Inc.
કંપની ‘H-1B વિલફુલ વાયોલટર લિસ્ટ ઓફ એમ્પ્લોયર’ હેઠળ સૂચિબદ્ધ છે. પ્રતિબંધ કેટલો સમય ચાલશે તે સ્પષ્ટ નથી.
- કિમ્બરલી ફિશર
કંપની ‘H-1B વિલફુલ વાયોલટર લિસ્ટ ઓફ એમ્પ્લોયર’ હેઠળ સૂચિબદ્ધ છે. પ્રતિબંધનો સમયગાળો સ્પષ્ટ નથી.