રશિયન ગર્લફ્રેન્ડ સાથે કરશે લગ્ન, એલેનાએ ગયા વર્ષે રુપર્ટ મર્ડોકને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંનેની મુલાકાત રુપર્ટ મર્ડોકની ત્રીજી પત્ની વેન્ડી ડેંગ દ્વારા થઈ હતી

રુપર્ટ મર્ડોકે તેની ગર્લફ્રેન્ડ એલેના ઝુકોવા સાથે સગાઈ કરી લીધી છે. 92 વર્ષીય રુપર્ટ પાંચમી વખત લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન કેલિફોર્નિયામાં તેમના વાઇનયાર્ડ અને એસ્ટેટ, મોરાગા ખાતે થશે. તમને જણાવી દઈએ કે આ જાહેરાત રૂપર્ટ મર્ડોકના ફોક્સ એન્ડ ન્યૂઝ કોર્પના ચેરમેન પદેથી રાજીનામું આપ્યાના થોડા મહિના બાદ કરવામાં આવી છે.

રુપર્ટની ગર્લફ્રેન્ડ એલેના કોણ છે?
67 વર્ષની એલેના ઝુકોવા રશિયાના મોસ્કોની છે. તે મોલેક્યુલર બાયોલોજીસ્ટ રહી ચૂકી છે. એલેનાએ ગયા વર્ષે રુપર્ટ મર્ડોકને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંનેની મુલાકાત રુપર્ટ મર્ડોકની ત્રીજી પત્ની વેન્ડી ડેંગ દ્વારા થઈ હતી.

રૂપર્ટ મર્ડોકે કોની-કોની સાથે લગ્ન કર્યા છે?
રુપર્ટના ચોથા લગ્ન અભિનેત્રી અને મોડલ જેરી હોલ સાથે થયા હતા. 6 વર્ષ પછી એટલે કે 2022માં બંનેના છૂટાછેડા થઈ ગયા. તેમની અન્ય ભૂતપૂર્વ પત્નીઓ ઓસ્ટ્રેલિયન ફ્લાઇટ એટેન્ડન્ટ પેટ્રિશિયા બુકર, સ્કોટિશ જન્મેલા પત્રકાર અન્ના માન, મિસ ડેંગ અને અમેરિકન મોડલ અને અભિનેત્રી જેરી હોલ હતા.

રુપર્ટ મર્ડોકની કારકિર્દી
રુપર્ટ મર્ડોકે 1950ના દાયકામાં ઓસ્ટ્રેલિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ મીડિયામાં સૌથી પ્રભાવશાળી, સફળ અને વિવાદાસ્પદ વ્યક્તિઓમાંના એક છે. મર્ડોકને 1952માં તેમના પિતા પાસેથી એક નાનું ઓસ્ટ્રેલિયન અખબાર વારસામાં મળ્યું હતું. તેણે ઝડપથી તેનો વિસ્તાર કર્યો અને ટેલિવિઝનમાં પ્રવેશ કર્યો. મર્ડોકે 1960ના દાયકામાં યુકેના બજારમાં પ્રવેશ કર્યો, ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ અને ધ સન જેવા અખબારો ખરીદ્યા અને તેમને સનસનાટીભર્યા ટેબ્લોઇડ્સમાં ફેરવ્યા. અમેરિકન મીડિયામાં તેમના વિસ્તરણને સરળ બનાવવા માટે મર્ડોક 1985 માં યુએસ નાગરિક બન્યા હતા.