અમર જવાન જ્યોતિ મશાલ હવે ઇન્ડિયા ગેટ પર નહી પરતું આ સ્થળે જોવા મળશે

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.

ઈન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિની મશાલ 21 જાન્યુઆરીથી પ્રજ્વલિત થશે. શુક્રવારે આયોજિત કાર્યક્રમમાં આ મશાલને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની જ્યોતમાં ભેળવી દેવામાં આવશે . શુક્રવારે અમર જવાન જ્યોતિને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક જ્યોતિમાં વિલય કરાશે. ગુરુવારે ભારતીય સેનાના એક અધિકારીએ સમાચાર એજન્સી ANIને આ અંગેની જાણકારી આપી છે. તેમને કહ્યું કે, “ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિની અગ્નિને ઠારી દેવામાં આવશે અને તેને શુક્રવારે એક સમારંભમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની જ્યોતમાં વિલય કરવામાં આવશે.” અધિકારીઓએ જણાવ્યું કે સમારંભની અધ્યક્ષતા રક્ષા સ્ટાફના પ્રમુખ એરમાર્શલ બદભદ્ર રાધાકૃષ્ણ કરશે. જે બંને સ્મારકમાં જ્યોતનું વિલય કરશે.

ઈન્ડિયા ગેટ સ્મારક બ્રિટિશ સરકાર દ્વારા 1914-1921 વચ્ચે પોતાનો જીવ ગુમાવનાર બ્રિટિશ ભારતીય સેનાના સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યું હતું. તો અમર જવાન જ્યોતિને 1970ના દશકામાં પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત પછી સ્મારક સંરચનામાં સામેલ કરાયું હતું, આ યુદ્ધમાં દુશ્મન દેશના 93,000 સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું. લાંબા સમય સુધી રાહ જોયા બાદ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ઈન્ડિયા ગેટ પરિસરમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન 2019માં કરાયું હતું. યુદ્ધ સ્મારકમાં ભવન નિર્માણ પછી તમામ સૈન્ય ઔપચારિક કાર્યક્રમોને અહીં સ્થાનાંતરિત કરી દેવાયા હતા.

રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં તે તમામ ભારતીય રક્ષાકર્મીઓના નામ છે જેઓએ પાકિસ્તાન સાથે 1947-48ના યુદ્ધથી લઈને ચીની સૈનિકો સાથે ગલવાન વેલીમાં સંઘર્ષ કરીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. સ્મારકની દીવાલો પર આતંકવાદ વિરોધી અભિયાનમાં શહીદ થયેલા સૈનિકોના પણ નામ છે.

દર વર્ષે 26 જાન્યુઆરીએ સવારે  10 વાગ્યે રાજપથ પર શરૂ થાય છે. પરંતુ આ વખતે પરેડ 10:30 વાગ્યે શરૂ થશે. આ પરેડ 8 કિલોમીટરની હશે. પરેડ કુલ 90 મિનિટની હોય છે. પરેડ રાયસીન હિલથી શરૂ થઈને રાજપથ, ઈન્ડિયા ગેટ થઈને લાલ કિલ્લા પર ખતમ થાય છે. પરેડની શરૂઆત પહેલા વડાપ્રધાન મોદી, ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ અને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર માલ્યાર્પણ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે.

26 જાન્યુઆરી 2022નાં રોજ ભારત 73માં ગણતંત્ર દિવસ મનાવશે. આ વખતે ગણતંત્ર દિવસની પરેડ નિર્ધારિત સમયથી અડધો કલાક મોડી શરૂ થશે. 75 વર્ષમાં પહેલી વખત ગણતંત્ર દિવસની પરેડ મોડેથી શરૂ થશે. કોરોના પ્રોટોકોલ અને શ્રદ્ધાંજલિ સભાના કારણે ગણતંત્ર દિવસની પરેડ આ વર્ષે શરૂ થવામાં મોડી થશે. પહેલા જમ્મુ કાશ્મીરમાં જીવ ગુમાવનાર સુરક્ષાકર્મીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, જે બાદ પરેડ શરૂ થશે.