ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં, ‘ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી’ (ગિફ્ટ સિટી) વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા જ દારૂ પીવાના નિયમો હળવા કરવામાં આવ્યા હતા અને હવે રાજ્ય સરકારે ગ્રાહકોને દારૂ વેચવા માટે ઇચ્છુક હોટલ, ક્લબ અથવા રેસ્ટોરન્ટ માટે શનિવારે (30 ડિસેમ્બર) ના રોજ નિયમો જારી કર્યા છે.
હાલ,થર્ટી ફર્સ્ટમાં દારૂ શોખીનો માટે ગુજરાતમાંજ મન ગમતી બ્રાન્ડ મળી રહેશે.
ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે,તેથી તેને ડ્રાય સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે,પરંતુ હવે ગિફ્ટ સિટીમાં લોકો દારૂ પી શકશે અને લાયસન્સના નિયમોની મર્યાદામાં રહીને વેચી પણ શકશે.
આ નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ ગિફ્ટ સિટીમાં દારૂ વેચવા અથવા સર્વ કરવા માંગે છે, તો તેણે FL-III લાઇસન્સ મેળવવું પડશે.
આ માટે નશાબંધી અને આબકારી અધિક્ષક, ગાંધીનગરને ફોર્મ Aમાં અરજી કરવાની રહેશે.
ચકાસણી પછી, નિષેધ અને આબકારી અધિક્ષક તેમની ભલામણો સાથે આ દરખાસ્તને લાયસન્સ અંગેના નિર્ણય માટે નિયામક મારફત ગિફ્ટ ફેસિલેશન કમિટીને મોકલશે જે કમિટી અધિક્ષકની મંજૂરી પછી જ FL-III લાઇસન્સ મળી શકશે.
–લાઇસન્સ પાંચ વર્ષ માટે માન્ય રહેશે
સરકારી નિયમો હેઠળ, લાયસન્સ મળ્યા પછી, હોટલ, ક્લબ અથવા રેસ્ટોરન્ટ તેને ફક્ત ‘વાઇન એન્ડ ડાઇન’ એટલે કે જ્યાં બેસીને દારૂ પી શકે છે ત્યાં જ વેચી શકશે.
‘વાઇન એન્ડ ડાઇન’ સુવિધા માટે દારૂનું લાઇસન્સ વાર્ષિક 1 લાખ રૂપિયાની ચુકવણી સાથે ઉપલબ્ધ થશે.
તેમજ 2 લાખ રૂપિયાની સિક્યોરિટી જમા કરાવવાની રહેશે.
શરૂઆતમાં લાઇસન્સ એકથી પાંચ વર્ષના સમયગાળા માટે આપી શકાય છે.
આ પછી તેને પાંચ વર્ષ સુધી રિન્યૂ કરી શકાય છે.
મહત્વનું છે કે ગુજરાત 1960માં અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ડ્રાય સ્ટેટ રહ્યું છે.
ગિફ્ટ સિટી એ ગુજરાતમાં વિશ્વ કક્ષાનો બિઝનેસ હબ બન્યું છે,
અહીં વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓની જરૂરિયાતોના આધારે અને અહીં આવતા મુલાકાતીઓ માટે 22 ડિસેમ્બરના રોજ, ગુજરાત સરકારે ગિફ્ટ સિટી વિસ્તારમાં દારૂના વેચાણ અને વપરાશને મંજૂરી આપી છે ત્યારે
આ નવા નિર્ણયથી એવી પણ ધારણા છે કે 31ના તહેવાર દરમિયાન ગિફ્ટ સિટીમાં દારૂ પીનારા લોકોની ભીડ જોવા મળી શકે છે.