પુષ્પા 2નું શુટિંગ અલ્લુ અર્જુને શરૂ કર્યું, ફી મુદ્દે પ્રોડ્યુસર્સના ગ્રીન સિગ્નલ બાદ અલ્લુ અર્જુને શુટિંગના કર્યા શ્રીગણેશ
પુષ્પા 2 માટે અલ્લુ અર્જુન દ્વારા વસૂલવામાં આવેલી ફીએ તેને દેશનો બીજા સૌથી મોંઘો અભિનેતા બનાવી દીધો છે. ગયા વર્ષે, અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝ, એટલી હિટ થઈ કે નિર્માતાઓએ હવે ઝડપથી પુષ્પા 2 એટલે કે પુષ્પા ધ રૂલનું શૂટિંગ શરૂ કર્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પુષ્પા 2 માટે અલ્લુ અર્જુને એટલી ફી માંગી હતી કે મેકર્સ ઈચ્છે તો પણ ના પાડી શક્યા ન હતા. અને આ સાથે જ અલ્લુ અર્જુન ભારતનો બીજો સૌથી મોંઘો એક્ટર બની ગયો છે.
પુષ્પા 2 માટે અલ્લુ અર્જુન કેટલી ફી લે છે?
પુષ્પા 2 નું શૂટિંગ મોડું થયું પરંતુ હવે ફિલ્મનું નિર્માણ ફ્લોર પર આવી ગયું છે. એટલે કે શૂટિંગ શરૂ થઈ ગયું છે. પુષ્પા પાર્ટ વનનું બજેટ 170 કરોડ રૂપિયાની નજીક હતું અને કમાણીની દૃષ્ટિએ આ ફિલ્મ KGF 2 અને RRR સાથે મેળ ખાતી નહોતી પણ એટલી જ લોકપ્રિયતા મેળવી હતી. પુષ્પાએ અંદાજે 350 કરોડ આસપાસ કમાણી કરી હતી. જ્યારે આ વખતે ફિલ્મનું જ બજેટ 450 કરોડ આસપાસ થવા જઇ રહ્યું છે.
અલ્લુ અર્જુન પુષ્પા 2 માટે કેટલો ચાર્જ કરી રહ્યો છે ?
રિપોર્ટ્સનું માનીએ તો અલ્લુ અર્જુન પુષ્પા 2 માટે 125 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે. મતલબ કે ફિલ્મના 1/4થી વધુ બજેટ અલ્લુ અર્જુનના નામે છે. આ સાથે, તે ભારતનો બીજો સૌથી મોંઘો અભિનેતા બન્યો છે. આ રીતે અલ્લુ અર્જુને બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની ફી સાથે બરોબરી કરી છે.
કોણ છે ભારતનો સૌથી મોંઘો અભિનેતા ?
તમે વિચારતા જ હશો કે તે શાહરૂખ ખાન હશે કે સલમાન ખાન! પરંતુ ના, પિંકવિલાના રિપોર્ટ અનુસાર, અક્ષય કુમારે કઠપૂતળી ફિલ્મ માટે 135 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. આ ફિલ્મ પણ સાઉથની ફિલ્મ ‘રત્સાસન’ની રિમેક છે અને OTTમાં રિલીઝ થયા પછી પણ ફ્લોપ રહી છે.
પુષ્પા 2 ક્યારે રિલીઝ થશે ?
એવું કહેવામાં આવ્યું છે કે પુષ્પા 2 આવતા વર્ષે મકર સંક્રાંતિ પર રિલીઝ થઇ શકે છે. જોકે આ અંગે સત્તાવાર સમર્થન હજુ સુધી મળી શક્યું નથી.