ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડાએ ભારત પર વધુ એક આરોપ લગાવ્યો છે. કેનેડિયન સરકાર માને છે કે ભારતે કેનેડાની સામાન્ય ચૂંટણીઓમાં પણ દરમિયાનગીરી કરી છે આ મામલે સ્થાનિક પંચ દ્વારા તપાસની માંગ થઈ છે.

કેનેડાની ચૂંટણીઓમાં વિદેશી શક્તિઓ દ્વારા થતા હસ્તક્ષેપ અંગેનો
આ મુદ્દો અગાઉ પણ ઉઠાતો રહ્યો છે,જોકે ત્યારે આ આરોપો માત્ર ચીન અને રશિયા સુધી મર્યાદિત હતા,પરંતુ હવે કેનેડાએ ભારત પર આ પ્રકારના આરોપો લગાવ્યા છે.

કેનેડા સ્થિત સીટીવી ન્યૂઝના અહેવાલ મુજબ કેનેડામાં છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓમાં ભારત દ્વારા થયેલી દખલ અંગે ફેડરલ કમિશન ઓફ ઈન્ક્વાયરી હાથ ધરવામાં આવી છે જે કથિત દખલગીરીની તપાસ કરવા માંગે છે. કેનેડા તે વિદેશી દખલગીરીના કેસને ધ્યાનમાં લેતા કેનેડિયન કમિશન ઓફ ઈન્ક્વાયરીમાં કેન્દ્રની જસ્ટિન ટ્રુડો સરકારને આ આરોપો સાથે સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.
મહત્વનું છે કે ગયા વર્ષે પણ કેનેડિયન કમિશન ઑફ ઈન્ક્વાયરીએ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં ચીન, રશિયા સહિત વિદેશી દેશોની સંભવિત દખલગીરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

છેલ્લી બે ચૂંટણીઓ પર કેનેડિયન કમિશન દ્વારા ભારતની ભૂમિકાની તપાસ કરવા મુદ્દે સોમવારથી સુનાવણી શરૂ થશે
પંચની પ્રાથમિક સુનાવણીમાં એ પણ નોંધ લેવામાં આવી કે શું ગોપનીય રાષ્ટ્રીય સુરક્ષા માહિતી અને ગુપ્ત માહિતી લોકો સમક્ષ રાખવી જોઈએ. જો રાખવામાં આવે તેના પડકારો અને મર્યાદાઓ શું હશે? જેનો વચગાળાનો રિપોર્ટ આગામી તા.3 મેના રોજ અને આખરી રિપોર્ટ વર્ષના અંતમાં આવે તેવી અપેક્ષા છે.