ચેતેશ્વર પુજારા વાઇસ કેપ્ટન, રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના ટીમ ઇન્ડિયા ઉતરશે

નમસ્કાર ગુજરાત ઓસ્ટ્રેલિયા
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે અજિંક્યા રહાણેને ભારતનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રનો ચેતેશ્વર પૂજારા ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન બન્યો છે. ટીમમાં કર્ણાટકના વિકેટ કીપર બેટ્સમેન કે. ભરતને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવારે ન્યુઝીલેન્ડ સામેની આગામી 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ત્રણ T20ની સમાપ્તિ પછી ટેસ્ટ શ્રેણી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ 25 નવેમ્બરથી ગ્રીન પાર્ક, કાનપુર ખાતે શરૂ થશે. અંતિમ ટેસ્ટ 3 ડિસેમ્બરથી મુંબઈના આઇકોનિક વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

પંત, બુમરાહ અને શમીને પણ આરામ અપાયો
BCCIની વર્કલોડ મેનેજમેન્ટ પોલિસીના ભાગરૂપે નવા નિયુક્ત ટી20 કેપ્ટન અને નિયમિત ઓપનર રોહિત શર્મા, વિકેટકીપર રિષભ પંત અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે.