થિયેટરમાં રિલીઝ થયાના એક મહિના બાદ અજય દેવગનની ફિલ્મ ‘મેદાન’ હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે, મેદાનની ઓટીટી રિલીઝ સાથે એક ટ્વિસ્ટ છે.

અજય દેવગન અને પ્રિયમણિની ‘મેદાન’ પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ ગઈ છે.

આ ફિલ્મ હિન્દી અને અંગ્રેજી બંને સબટાઈટલ સાથે રિલીઝ કરવામાં આવી છે.

જો કે, તેની રિલીઝ સાથે એક ટ્વિસ્ટ છે,હવે આ ફિલ્મ જોવા માટે તમારે 349 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે.
હા, હવે પ્રાઇમ વીડિયો રેન્ટલ બેઝિકમાં મેદાન આવી ગયું છે.
જો તમે આ ફિલ્મને પ્રાઇમ પર ફ્રીમાં જોવા માંગતા હોવ તો તમારે હજુ બે અઠવાડિયા રાહ જોવી પડશે.
આ ફિલ્મ બે અઠવાડિયા પછી ફ્રી થઈ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈદના તહેવાર પર અજય દેવગન ફિલ્મ મેદાન રિલીઝ થઈ હતી.
આ ફિલ્મ અક્ષય કુમારની બડે મિયાં છોટે મિયાં સાથે ટકરાઈ હતી.
જોકે, આ બંને ફિલ્મો દર્શકોને ખાસ પસંદ નહિ પડતા થિયેટરમાં ચાલી ન હતી અને ઈદનો લાભ મળ્યો ન હતો.

આમ,રિલીઝના એક મહિના પછી, મેદાન હવે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે જેથી જે દર્શકો થિયેટરમાં જોવાનું ચુકી ગયા હોય તેઓને હવે ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોઈ શકશે.