અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં તા.22 જાન્યુઆરી, 2024ના રોજ અભિષેક સમારોહ યોજાનાર છે.
પીએમ મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાનો અભિષેક કરશે આ અવસરે અયોધ્યામાં અંદાજે ૧૦,૦૦૦થી વધુ વીવીઆઈપી મહેમાનો અને મોટા ગજાના ઉદ્યોગપતિઓ હાજર રહેશે.
મંદિરના ઉદ્ધાટન સમારંભમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કુમાર મંગલમ બિરલા, ગૌતમ સિંઘાનિયા, ટાટાના ચેરમેન એન. ચંદ્રશેખરન સહિત દેશના ટોચના ૧૦૦થી વધુ ઉદ્યોગપતિઓ હાજરી આપશે. 
અયોધ્યાનું મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ દેશી-વિદેશી મહેમાનોના વિમાનોથી ધમધમી ઉઠશે અને અયોધ્યામાં ક્યારેય ન જોયો હોય તેવો એર ટ્રાફિક જોવા મળશે.

મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે VHPના મહેમાનોની યાદીમાં અમેરિકા, બ્રિટન, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સહિત 53 દેશોના મહેમાનોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પ્રોગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા નોર્વેના સાંસદ હિમાંશુ ગુલાટી, ન્યુઝીલેન્ડના વૈજ્ઞાનિક પ્રોફેસર ગુના મેગેસન, ફીજીના સૌથી મોટા ઉદ્યોગપતિ જય દયાલ, બ્રિટનના હિન્દુ સ્વયંસેવક સંઘના પ્રમુખ ધીરજ ભાઈ શાહ, જર્મનીથી પીઢ VHP નેતા રમેશભાઈ જૈન, વિઠ્ઠલ મહેશ્વરી, જર્મનીથી વિઠ્ઠલ મહેશ્વરી,ઓસ્ટ્રેલિયાથી પ્રમુખ સુબ્રમણ્યમ રામામૂર્તિ, કેનેડાથી રતન ગર્ગ, સ્વામી પ્રકાશાનંદ, ત્રિનિદાદ અને ટોબેગોના ચિન્મય મિશનના સ્થાપક અને આચાર્ય, સ્વામી અક્ષરાનંદ, ગુયાના,અને દક્ષિણ એશિયાના વિવિધ દેશોમાંથી અગ્રણીઓ પણ હાજર રહેશે.

–PM નરેન્દ્રભાઈ મોદીએ આજે નીચે મુજબ ટ્વીટ કર્યું

“અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકમાં માત્ર 11 દિવસ બાકી છે. આ મારું સદ્ભાગ્ય છે કે હું પણ આ શુભ અવસરનો સાક્ષી બનીશ. ભગવાને મને અભિષેક દરમિયાન ભારતના તમામ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરવા માટે બનાવ્યો છે. આને ધ્યાનમાં રાખીને. ધ્યાનમાં રાખીને, હું આજથી 11 દિવસની વિશેષ વિધિ શરૂ કરી રહ્યો છું.”