અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન બાદ આજે 6 જાન્યુઆરીથી દિલ્હી અને અયોધ્યા વચ્ચે કોમર્શિયલ ફ્લાઈટ્સ શરૂ થઈ ગઈ છે.આજે દિલ્હીથી અયોધ્યા માટે પ્રથમ ફ્લાઈટ સવારે 11.55 વાગ્યે ઉડાન ભરી બપોરે 1.15 વાગ્યે મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ પહોંચશે.
દિલ્હીથી અયોધ્યા જવામાં 1.20 મિનિટનો સમય લાગશે,જો કે આ પછી 10 જાન્યુઆરીથી અયોધ્યા-દિલ્હી વચ્ચે નિયમિત ફ્લાઈટ શરૂ થશે.

10 જાન્યુઆરીથી ઈન્ડિગો એરલાઈન્સની સેવા રામભક્તોને દિલ્હીથી અયોધ્યા અને અયોધ્યાથી દિલ્હી લાવશે.
જ્યારે ગુજરાતની વાત કરીએ તો
તા.11 જાન્યુઆરીથી અમદાવાદથી અયોધ્યાની ફ્લાઈટ પણ શરૂ થશે.

ટૂંક સમયમાં અયોધ્યાને દેશના અન્ય મોટા શહેરો મુંબઈ અને બેંગ્લોર સાથે જોડવાની તૈયારીઓ ચાલી રહી છે. આ શહેરોમાંથી પણ ટૂંક સમયમાં ફ્લાઈટ્સ શરૂ થશે.
બેંગલુરુ અને મુંબઈ જેવા શહેરોથી પણ અયોધ્યા માટે સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. ઈન્ડિગોએ 15 જાન્યુઆરીથી મુંબઈ અને અયોધ્યા વચ્ચે કનેક્ટિવિટીની જાહેરાત કરી છે. જે બાદ મુંબઈના લોકો પણ સીધા અયોધ્યા પહોંચી શકશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગત તા.30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા સાથે તેને મહર્ષિ વાલ્મીકિના નામની જાહેરાત કરી હતી.