પેસેન્જર્સને પરત કરવા પડશે 12.15 કરોડ ડોલર, કોરોનાકાળમાં સમયમાં ફેરફાર અથવા વિલંબને કારણે અસગ્રસ્તોને ટિકિટના પૈસા પરત કરવામાં મોડું થતા દંડ કરાયો

ભારતીય એરલાઇનને અસરગ્રસ્ત મુસાફરોને લગભગ $121.5 મિલિયન (રૂ. 988 કરોડ) પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કિસ્સામાં, અધિકારીઓનું કહેવું છે કે વિનંતી પર મુસાફરોને રિફંડ આપવાની એર ઈન્ડિયાની જોગવાઈ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનની નીતિઓથી વિરુદ્ધ છે.

યુએસ સરકારે કોવિડ રોગચાળા દરમિયાન ફ્લાઇટ્સ રદ કરવા અથવા તેમના સમયપત્રકમાં ફેરફારને કારણે અસરગ્રસ્ત મુસાફરોને નાણાં પરત કરવામાં વિલંબ કરવા બદલ એર ઇન્ડિયા પર $ 1.4 મિલિયન (આશરે રૂ. 11.38 કરોડ)નો દંડ લગાવ્યો છે. યુએસ ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે સોમવારે જણાવ્યું હતું કે ભારતીય કેરિયર એર ઈન્ડિયા એ છ એરલાઈન્સમાં સામેલ છે જેમણે મુસાફરોને રિફંડ તરીકે $600 મિલિયન પરત કરવાનો આદેશ આપ્યો છે.

યુ.એસ.માં, એવો નિયમ છે કે જો ફ્લાઇટ રદ કરવામાં આવે અથવા બદલાય તો એરલાઇન્સે 100 દિવસની અંદર મુસાફરોની ટિકિટના પૈસા કાયદેસર રીતે પરત કરવાના રહેશે. વિભાગીય તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું છે કે એર ઈન્ડિયાએ નિર્ધારિત 100 દિવસમાં પરત કરવાની અડધાથી વધુ રિફંડ અરજીઓ પર પ્રક્રિયા કરી છે. તમને જણાવી દઈએ કે રિફંડમાં વિલંબના આ મામલા ટાટા ગ્રુપ દ્વારા એર ઈન્ડિયાના અધિગ્રહણ પહેલાના છે. એર ઈન્ડિયા ઉપરાંત યુએસ સરકારે ફ્રન્ટિયર, ટેપ પોર્ટુગલ, એર મેક્સિકો, ઈઆઈએઆઈ અને એવિયાન્કા એરલાઈન્સને દંડ ફટકાર્યો છે.