કેનેડામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે,અહીં કેનેડિયન ટ્રાન્સપોર્ટ એજન્સીએ એર કેનેડાને ₹ 81 લાખનો દંડ ફટકાર્યો છે.
કેનેડિયન ટ્રાન્સપોર્ટેશન એજન્સીએ એર કેનેડા પર ભારે દંડ ફટકારવાના કારણમાં જાણવા મળ્યું કે એર કેનેડાએ લાસ વેગાસમાં વિકલાંગ પેસેન્જરને વ્હીલચેર આપી ન હતી અને વિકલાંગ મુસાફરને જાતે જ પ્લેનમાંથી ઉતરવાની ફરજ પાડી હતી.
ધ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, વિકલાંગ મુસાફર સાથેની ઘટના 30 ઓગસ્ટના રોજ બની હતી. એર કેનેડા રોડની હોજિન્સને વ્હીલચેર આપવામાં નિષ્ફળ રહી, જે સ્પાસ્ટિક સેરેબ્રલ પાલ્સીથી પીડિત છે, જેના કારણે તે માણસને પોતાને નીચે ઉતારવાની ફરજ પડી. રિપોર્ટ અનુસાર, જ્યારે રોડની હોજિન્સ એરપોર્ટ ટર્મિનલમાં પોતાની ફ્લાઈટની રાહ જોઈ રહ્યો હતો ત્યારે પણ એર કેનેડાએ વિકલાંગ પેસેન્જરને તેની જરૂરિયાતની વસ્તુઓ વિશે પૂછ્યું ન હતું.
49 વર્ષીય રૉડની હોજિન્સ કે જેઓ સેરેબ્રલ પાલ્સીથી પીડાય છે, તેઓ વર્ષગાંઠની ઉજવણી માટે ઓગસ્ટમાં તેમની પત્ની ડીના હોજિન્સ સાથે લાસ વેગાસ ગયા હતા.
તેઓ જ્યારે એર કેનેડાની ફ્લાઇટમાં લાસ વેગાસ પહોચ્યા ત્યારે ફ્લાઇટ એટેન્ડન્ટે તેને કહ્યું કે તેઓ વ્હીલચેરની વ્યવસ્થા કરી શકતા નથી.
તે સમયે તેને લાગ્યું કે ફ્લાઈટ એટેન્ડન્ટ તેની સાથે મજાક કરી રહ્યો છે.
જોકે,પાછળથી ખબર પડી કે તે કોઈ મજાક નહોતી.
ત્યારબાદ એર કેનેડાએ વાસ્તવમાં મુસાફરને વ્હીલચેર આપી ન હતી અને ફ્લાઈટ એટેન્ડન્ટે તેઓને જાતેજ નીચે ઉતરવાનું કહ્યું ત્યારે પેસેન્જરે કહ્યું કે હું આ કરી શકતો નથી. મારે વ્હીલચેરની જરૂર છે. આટલું કહ્યા પછી પણ એર કેનેડાના સ્ટાફે તેની વાત પર ધ્યાન ન આપ્યું, ત્યારબાદ પીડિતાએ તેના શરીરના ઉપરના ભાગનો ઉપયોગ કરીને પ્લેનમાંથી નીચે ઉતરવું પડ્યું. આ દરમિયાન પીડિતાની પત્નીએ પતિનો પગ પકડી રાખ્યો હતો.
કેનેડિયન દંપતીએ મીડિયાને જણાવ્યું કે ફ્લાઈટ એટેન્ડન્ટે મને બે વાર મારી જાતે જ ઉતરવા કહ્યું, ત્યાર બાદ મારે મારી પત્નીની મદદથી ફ્લાઈટમાંથી નીચે ઉતરવા મજબુર થવું પડ્યું.
જોકે, મામલો સામે આવ્યા બાદ કેનેડિયન એરલાઈને કપલની માફી માંગી હતી.
આ પછી તેણે સ્વીકાર્યું કે તેના ફ્લાઇટ એટેન્ડન્ટે ભૂલ કરી હતી અને વિકલાંગતાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
જોકે,મામલો સામે આવ્યા બાદ કેનેડિયન ટ્રાન્સપોર્ટ એજન્સીએ એર કેનેડાને ₹ 81 લાખનો દંડ ફટકાર્યો છે.