ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીન એટલે કે AIMIM ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભારતીય રાષ્ટ્રીય વિકાસ સમાવિષ્ટ ગઠબંધન (I.N.D.I.A.) ના બે ભાગીદારો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના સમીકરણને બગાડી શકે છે.
AIMIM કોંગ્રેસ અને સપા માટે નુકશાન કારક સાબિત થશે પણ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે આડકતરી રીતે ફાયદો કરાવશે.

આંકડા અનુસાર, યુપીમાં કુલ મુસ્લિમ વસ્તી કુલ વસ્તીના 19.3% (3.84 કરોડ) છે. તે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રોહિલખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં મુસ્લિમોની મજબૂત હાજરી ધરાવે છે. યુપીમાં 30% થી વધુ મુસ્લિમ વસ્તી સાથે 21 લોકસભા બેઠકો છે.

યુપીમાં મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકોની વાત કરીએ તો તેમાં સહારનપુર, મેરઠ, કૈરાના, બિજનૌર, અમરોહા, મુરાદાબાદ, રામપુર, સંભલ, બુલંદશહર, અલીગઢ, ઘોસી અને ગાઝીપુરનો સમાવેશ થાય છે. માનવામાં આવે છે કે જો AIMIM ચૂંટણી લડે છે તો તેની સીધી અસર આ બેઠકો પર પડી શકે છે.

CSDS અનુસાર, જો ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ વોટિંગ પેટર્ન પર નજર કરવામાં આવેતો 2019ની લોકસભામાં કોંગ્રેસ – 14%, ભારતીય જનતા પાર્ટી – 8%, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી – 73% અને અન્ય પાસે 5% મુસ્લિમ મત હતા.
2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ – 11%, ભારતીય જનતા પાર્ટી – 10%, બહુજન સમાજ પાર્ટી – 18% અને સમાજવાદી પાર્ટી – 58% મતો મળ્યા હતા.

વિધાનસભા ચૂંટણી મુજબ, યુપીમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં, AIMIM 38 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 37 પર તેની ડિપોઝીટ જપ્ત થઈ હતી અને તેને કુલ 2.46 ટકા મત મળ્યા હતા.
જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં, ઓવૈસીની પાર્ટીએ 95 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તે તમામ પર તેમની ડિપોઝીટ જપ્ત થઈ હતી અને તેમને 2.01 ટકા મત મળ્યા હતા.
જ્યાંથી AIMIM ચૂંટણી લડ્યું અને હારી ગયું, ઓવૈસીની પાર્ટીને જીત અને હાર વચ્ચેના તફાવત જેટલા જ મત મળ્યા આવી સ્થિતિમાં ઓવૈસીની પાર્ટી ભાજપને આડકતરી રીતે મદદ કરતી જોવા મળી રહી હોવાનું માનવામાં આવે છે ત્યારે આ વખતે પણ ભાજપને મદદ કરશે તેમ મનાય રહ્યું છે.