મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વેનો 190 કિમીનો હિસ્સો ડિસેમ્બરમાં પ્રારંભ કરવાની યોજના

  • નવા એક્સપ્રેસ વેથી અમદાવાદ ભરૂચ વચ્ચે અંતર એક કલાક સુધી ઘટશે
  • લોકસભા ચૂંટણી પહેલાં એક્સપ્રેસ-વેના કેટલાક ભાગ નિયમિત અંતરે શરુ કરવાની યોજના

અમદાવાદ અને દિલ્હી વચ્ચેનો એક્સપ્રેસવે હવે લોકસભા ચૂંટણી પહેલા રાબેતા મુજબ શરૂ કરવાની કેન્દ્ર સરકારની યોજના જોવા મળી રહી છે. આ નવા એક્સપ્રેસવે ને સમયાંતરે શરૂ કરવા કેન્દ્ર સરકાર વિચારી રહી છે. જેના કારણે અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો એક્સપ્રેસ વે, જેમાં 190 km નું અંતર તૈયાર કરી દેવામાં આવ્યું છે તેને ડિસેમ્બર સુધીમાં શરૂ કરવામાં આવશે. જેથી અમદાવાદ અને ભરૂચ વચ્ચેનું અંતર એક કલાક જેટલું ઘટે તેવી સંભાવના છે. જૂના એક્સપ્રેસ પેપર વડોદરા થી ભરૂચ પહોંચતા અંદાજે 1:30 કલાકથી પણ વધુનો સમય જતો હોય છે જેથી હવે નવા એક્સપ્રેસ વિના ઉપયોગ બાદ તે અંતરમાં મોટા પાયે ઘટાડો થઈ જશે. નોંધણી એ છે કે દિલ્હીથી દોસા વચ્ચેના પટ્ટાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 ફેબ્રુઆરીએ લોકાર્પણ કર્યું હતું.

ગુજરાતમાં એક્સપ્રેસ-વેનું કામ મે, 2022થી અટક્યું હતું, પરંતુ હવે બાકી કામને અનેક ઘણી સ્પીડે વધારી દેવામાં આવ્યું છે અને ડિસેમ્બર સુધીમાં તેને પૂર્ણ કરીને લોકો માટે શરૂ કરવાની યોજના કેન્દ્ર સરકારે બનાવી છે. મુંબઈથી દિલ્હી જઈ રહેલા એક્સપ્રેસવે ને વડોદરા નજીક જોડવામાં આવશે જેથી અમદાવાદ મુંબઈ જવા માટે નવા એક્સપ્રેસ વેનો પણ એક વિકલ્પ મળશે.

મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વેનો 25% ભાગ ગુજરાતમાં
હાઈવે ઓથોરિટી ના જણાવ્યા અનુસાર મુંબઈ દિલ્હી એક્સપ્રેસવે અંદાજે 1355 કિલોમીટર આસપાસ બનાવવામાં આવી રહ્યો છે. જેમાંનો 400 km થી વધુ નો ભાગ ગુજરાતમાં સામેલ છે. હવે આ જ રોડનું અંદાજે મોટાભાગનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આમ તો ગુજરાત માં રહેલો ભાગ એક વર્ષ પહેલાં જ પૂર્ણ થઈ ગયો હોત. પરંતુ ભરૂચ નજીક જમીન સંપાદનની પ્રક્રિયામાં કેટલીક અડજનો ઊભી થતા એક્સપ્રેસવે ના ઉદ્ઘાટનમાં હવે એક વર્ષ જેટલો વધુ સમય લાગી ચૂક્યો છે.

ભરૂચ અમદાવાદ વચ્ચેનું અંતર ઘટશે
મુંબઈ દિલ્હી એક્સપ્રેસવે નો લગભગ 13 કિલોમીટર જેટલો ભાગ ભરૂચ નજીક પડી રહ્યો છે જેમાં 11 km નો ભાગ ઘણા સમય પહેલા જ પૂર્ણ કરી લેવામાં આવ્યો હતો. જોકે બે કિલોમીટર ના અંતરમાં આવતા અસરગ્રસ્તો છેલ્લા કેટલાક સમયથી એક્સપ્રેસવે નું વિરોધ કરી રહ્યા હતા જોકે થોડા દિવસ પહેલા જ આ બાબતે સમાધાન આવી જતા હવે એક્સપ્રેસવે નું બાકીનું કામ ઝડપથી આટોપી લેવામાં આવશે નોંધનીય છે કે અમદાવાદ અને ભરૂચ વચ્ચેનું અંતર 194 કિલોમીટર છે અને આ અંતરને કાપતા હવે પોણા બે કલાક જેટલો સમય જ લાગશે.