શુભમન ગીલ, રશિદ ખાન પણ આઈપીએલ અમદાવાદ માટે રમશે

હાર્દિક પંડ્યાનું નિવેદન, કેપ્ટનશિપ ગર્વ સમાન
IPL અમદાવાદ ટીમનો આભારી- હાર્દિક પંડ્યા

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને જાળવી રાખ્યો નહોતો. 2021 સીઝનમાં, રાશિદ અને શુભમન અનુક્રમે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમ્યા હતા. અમદાવાદ અને લખનૌને 22 જાન્યુઆરી સુધીમાં ડ્રાફ્ટ પિક્સની યાદી સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. અમદાવાદે ટીમમાં હાર્દિક પંડ્યા (15 કરોડ), રાશિદ ખાન (15 કરોડ) અને શુભમન ગિલ (8 કરોડ)નો સમાવેશ કર્યો છે.
ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે ખરાબ ફોર્મ અને ઈજાથી પરેશાન હાર્દિકને ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે. શુક્રવારે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા અમદાવાદે આ ઓલરાઉન્ડરને પોતાનો કેપ્ટન બનાવવાની જાહેરાત કરી હતી. હાર્દિક અમદાવાદની કમાન સંભાળશે, જ્યારે વિક્રમ સોલંકી ટીમના ક્રિકેટ ડિરેક્ટર હશે. ગેરી કિસ્ટર્ન બેટિંગ કોચ અને મેન્ટર હશે અને આશિષ નેહરાને મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. આ બંને ટીમ સાથે ત્રણ ખેલાડીઓ ઉમેરવાના હતા, જેની જાહેરાત કરવામાં આવી છે.