ભુલ ભુલૈયા 3 નેટફ્લિક્સ અને સિંઘમ અગેન એમેઝોન પ્રાઇમ પર થયા રિલીઝ, બોક્સ ઓફિસ પર એક સાથે રિલીઝ થયા બાદ હવે OTT પર બંને ફિલ્મની ટક્કર

કાર્તિક આર્યન, માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ની OTT રીલિઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. ‘ભૂલ ભૂલૈયા 3’, જેણે તેની રિલીઝ પછી થિયેટરોમાં જોરદાર કમાણી કરી હતી, તે 27મી ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. કાર્તિક આર્યન પોતે રૂહ બાબા તરીકે એક વિડિયો બનાવ્યો હતો અને OTT રિલીઝ ડેટની જાહેરાત કરી હતી.
Netflix એ કાર્તિક આર્યનનો એક વીડિયો શેર કરીને ફિલ્મની OTT રિલીઝની જાહેરાત કરી. કેપ્શનમાં લખ્યું છે, “કાર્તિક આર્યન તેની ફની સ્ટાઇલ સાથે આવ્યો છે. રૂહ બાબા અને મંજુલિકાનો ચહેરો જોવા માટે તૈયાર થાઓ. “ભૂલ ભુલૈયા 3 27 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર આવી રહ્યું છે.”
રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત હાઈ-ઓક્ટેન એક્શન ફિલ્મ ‘સિંઘમ અગેન’ પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્માણ રોહિત શેટ્ટી, અજય દેવગન અને જ્યોતિ દેશપાંડે દ્વારા રોહિત શેટ્ટી પિક્ચર્સ, દેવગન ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયોના બેનર હેઠળ સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.
‘સિંઘમ અગેન’ 27મી ડિસેમ્બરથી પ્રાઈમ વીડિયો પર રિલીઝ
આ ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં છે અને તેની સાથે અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, જેકી શ્રોફ અને અર્જુન કપૂર જેવા તમામ મોટા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 27 ડિસેમ્બરથી ભારત સહિત 240 દેશોમાં પ્રાઇમ વીડિયો પર પ્રસારિત થશે.