નિંજાના વેશમાં આવીને લૂંટારૂએ ASB બેંકમાં લૂંટ મચાવી, સ્ટાફને ડરાવી ધમકાવીને કેશ લઇને ફરાર

નમસ્કાર ગુજરાત ન્યુઝ
11 જુલાઇએ પાપાટોઇટોઇ ખાતે આવીલે એ.એન.ઝેડ બેંકમાં બે શખ્સો દ્વારા લૂંટ કરવામાં આવી હતી ત્યાં હવે ગ્લેનફિલ્ડ મોલમાં આવેલી ASB બેંક લૂંટારૂઓનો શિકાર બની છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર લૂંટારુ નિંજાના વેશમાં આવ્યો હતો અને સ્ટાફને ડરાવી ધમકાવીને કેશ લઇને ફરાર થઇ ગયો છે. સવાલ માત્ર એ જ છે કે આખરે નિંજાના વેશમાં આવેલા શખ્શને બેંકની અંદર જવાની મંજૂરી કેવી રીતે મળી ગઇ ? હાલ પોલીસે લૂંટારુંને ઝડપી પાડવા માટે સઘન ઓપરેશન હાથ ધર્યું છે.

પોલીસનું કહેવું છે કે તેઓને સવારે 11:30 વાગ્યાની આસપાસ ગ્લેનફિલ્ડ મોલમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં “એક વ્યક્તિએ કથિત રીતે સ્ટાફને ધમકાવ્યો હતો અને એક પરિસરમાંથી પૈસા લીધા હતા”. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને પોલીસ હજુ પણ કથિત ગુનેગારને શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ તરફ એક સ્થાનિક વેપારીએ જે અનામી રહેવા ઈચ્છે છે, તેણે જણાવ્યું કે તેણે એક માણસને ASB માં પ્રવેશતા “નિન્જા જેવા” ચહેરા ઢાંકેલા કાળા વસ્ત્રો સાથે પ્રવેશ્યો હતો. જોકે ઘટના બાદ ગ્લેનફિલ્ડ મોલમાં આવેલી ASB અને કિવીબેંકને બંધ કરવામાં આવી હતી.