ભારતમાં લોકસભાની ચૂંટણીઓ અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ તેમજ કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરવા મુદ્દે સર્જાયેલા રાજકીય સંકટ પર અમેરિકા અને જર્મનીએ ઉઠાવેલા સવાલ બાદ હવે યુનાઈટેડ નેશન્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે તેઓએ જણાવ્યું કે અમે સતત નજર રાખી રહયા છીએ અને મુક્ત વાતાવરણમાં ન્યાયિક ચૂંટણી થશે તેવી આશા રાખીએ છીએ.
આશા છે કે ભારત અને અન્ય દેશોમાં યોજાનાર ચૂંટણીમાં લોકોના રાજકીય અને નાગરિક અધિકારોની સલામતી જળવાઈ રહેશે.
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “અમને સંપૂર્ણ આશા છે કે અન્ય દેશોની જેમ ભારતમાં પણ રાજકીય અને નાગરિક અધિકારો સહિત દરેકના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે.

આ પહેલા જર્મની અને અમેરિકાએ પણ ભારતમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ તેમજ કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરવા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા અને તેઓ આના ઉપર નજર રાખી રહયા હોવાનું જણાવતા જ ભારતે સખત વાંધો ઉઠાવ્યો હતો અને આ બાબત પોતાની આંતરીક બાબત હોવાનું જણાવ્યું હતું ત્યારે હવે ચુંટણીઓ અગાઉ હવે યુનાઈટેડ નેશન્સે પણ પોતાની પ્રતિક્રિયા આપતા આ મુદ્દો હવે વૈશ્વિક બન્યો છે.