અમેરિકા બાદ હવે યુકેમાં પણ ગુજરાતીઓ પર હુમલાના બનાવો સામે આવી રહયા છે મળતી માહિતી મુજબ લંડનમાં યુવક પર હુમલો થયો હોવાના અહેવાલ છે.

લંડનમાં વધુ એક ગુજરાતી પર થયો હુમલો થયો છે અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં યુવકને ઇજા પહોંચતા તેને સારવાર હેઠળ લઈ જવાયો છે. અનેક વિદ્યાર્થીઓ લંડન ભણવા જતા હોવાથી હુમલાની ઘટનાથી વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ ઘટના લંડનના અપટોન પાર્ક સ્ટેશન નજીક બની હતી, હુમલા બાદ યુવકની સારવાર કરતા સમયનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદથી લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ગભરાટ ફેલાયો છે. કારણ કે, લંડનમાં રહેતા ગુજરાતીઓને સાવચેત રહેવાના મેસેજ પણ ફરતા થયા છે અને આ વીડિયો હાલ મોબાઈલમાં વાયરલ થયો છે.

અનુસાર, લંડનમાં કેટલાક અશ્વેત ઈસમો દ્વારા ગુજરાતી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ગુજરાતી યુવક પર તીક્ષણ હથિયારથી કેટલાક અશ્વતો તૂટી પડ્યા હતા.
કહેવાય છે થોડા દિવસો અગાઉ બનેલી ઘટનાનો વીડિયો હાલ વાયરલ થતાં ભારે ચર્ચાઓ ઉઠી છે.
જોકે,વિદેશમાં વધી રહેલા હુમલાના બનાવોને કારણે વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
દરમિયાન હુમલાનો ભોગ બનનાર ગુજરાતી યુવક અંગે હજુ કોઈ સત્તાવાર વિગતો સામે આવી નથી પરિણામે આ યુવક ગુજરાતના ક્યાં જિલ્લાનો છે તે જાણી શકાયું નથી.