છેલ્લા બે વર્ષથી તોતિંગ દંડને પગલે સ્પીડ કેમ દૂર કરાયા હતા પરંતુ હવે તેને ફરીથી લાવી દેવામાં આવ્યા છે.
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. સિડની
ન્યુ સાઉથ વેલ્સમાં મોબાઇલ સ્પીડ કેમની ચેતવણી આપતા સાઇન બોર્ડ ફરીથી રોડ પર જોવા મળશે. કારણ કે ન્યુ સાઉથ વેલ્સ સરકાર દ્વારા તેને પુનઃ લાવવાનો નિર્ણય કરાયો છે. સરકાર તેને જાન્યુઆરી 2023થી લાવવાનું મન બનાવી ચૂકી છે. રોડ મિનિસ્ટર નતાલી વાર્ડના જણાવ્યા અનુસાર સ્પીડ કેમને લઇ અનેક પ્રકારે સકારાત્મક અને નકારાત્મક બાબતોની પ્રતિક્રિયા કોમ્યુનિટી તરફથી મળી છે. સરકાર સાઇન બોર્ડને વધુ પ્રમાણે લગાવશે જેથી કરીને ડ્રાઇવરને રિયલ ટાઇમ ચેતવણી મળતી રહે અને હાઇ રિસ્ક વાળા ઝોનમાં સ્પીડ ઓછી કરી શકાય.
પૂર્વ પરિવહન પ્રધાન એન્ડ્રુ કોન્સ્ટન્સના જણાવ્યા અનુસાર 2020ના અંતમાં સરકારે વાહનચાલકોની વર્તણૂકને બદલવા માટે મોબાઈલ સ્પીડ કેમેરાની આસપાસના ચેતવણી ચિહ્નોને રદ કર્યા હતા. જોકે તેનું ઉલટું પરિણામ આવ્યું છે અને NSW ડ્રાઇવરોએ માત્ર 12 મહિનામાં $40 મિલિયન મોબાઇલ સ્પીડ કેમેરા બિલનો સામનો કરીને દંડમાં તીવ્ર વધારો કર્યો હતો.
આમ 2021 માં સરકારે યુ ટર્ન લીધો હતો અને ચિહ્નોને આંશિક રીતે ફરીથી રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ માત્ર સ્પીડ કેમેરા વાહનોની ટોચ પર જ લગાવાશે જેથી કરીનેડ્રાઇવરોને કોઈ અગાઉથી ચેતવણી આપવાની કોઇ શકયતા રહેતી નહોતી. પરંતુ હવેની સરકારે સ્પીડ કેમેરા આવતા પહેલા તેના સાઇન બોર્ડ થોડે દૂર લગાવવાનો નિર્ણય કર્યો છે. જેથી ડ્રાઇવરોને અગાઉથી જ સ્પીડ ઓછી કરવા માટેની તક રહે.