ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ્સના નામમાં વધુ એક મોટી સિદ્ધિ ઉમેરાઈ છે અને તે છે મુન્દ્રા પોર્ટ પર ડોક કરાયેલુ વિશાળ MSC અન્ના કન્ટેનર શિપ. આ કન્ટેનર શિપની ક્ષમતા વિશે વાત કરવામાં આવે તો તે 19,200 TEU છે. આ ક્ષમતા ધરાવતું આ પહેલું કન્ટેનર જહાજ છે. MSC અન્ના જહાજ ક્ષમતાની દ્રષ્ટિએ ભારતીય બંદર પર પહોંચનાર અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ છે.

ચાર ફૂટબોલ મેદાનની લંબાઈ બરાબર ગણાતું આ જહાજ ભારતીય બંદર પર ડોક કરવામાં આવ્યું છે. MSC અન્ના જે અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ મનાઈ રહ્યું છે જેને મુન્દ્રા પોર્ટ પર લાંગરવામાં આવ્યું છે જે 399.98 મીટર લાંબું છે. લોજિસ્ટિક્સ કંપની APSEZ એ રવિવારે ભારતના મુખ્ય બંદર મુન્દ્રા પોર્ટ પર સૌથી મોટું કન્ટેનર શિપ ડોક કર્યું અને આ સાથે, અદાણીની કંપનીએ 26 મેના રોજ રેકોર્ડ બનાવ્યો.

અહીં સૌથી મહત્વની બાબત એ છે કે MSC અણ્ણાનો અરાઇવલ ડ્રાફ્ટ 16.3 મીટરનો છે અને તેને ભારતમાં અદાણી પોર્ટના મુન્દ્રા પોર્ટ પર જ લાંગરી શકાય છે, કારણ કે આવા ડીપ-ડ્રાફ્ટ જહાજને દેશના અન્ય કોઇ પોર્ટ પર લાંગરી શકાતું નથી એટલે કે પાર્ક કરવાની ક્ષમતા નથી. તેના રોકાણ દરમિયાન અપેક્ષિત વિનિમય 12,500 TEU છે, જે મુંદ્રા પોર્ટની મોટા પાયે કાર્ગોનું અસરકારક રીતે સંચાલન કરવાની ક્ષમતાને રેખાંકિત કરે છે.

મુન્દ્રા વિશ્વના સૌથી લાંબા કન્ટેનર જહાજોમાંના એક MV MSC હેમ્બર્ગને લાંગરવાની સુવિધા પૂરી પાડે છે જે એક રેકોર્ડ છે. આમ,ભારતની સૌથી મોટી  પોર્ટ અને લોજિસ્ટિકસ કંપની અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના ફ્લેગશિપ મુંદરા પોર્ટ  અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ લાંગરીને વધુ એક  રેકોર્ડ બનાવ્યો છે.