એલ્યુમિના રિફાઈનરી સ્થાપવા 41600 કરોડનું રોકાણ, અદાણી ગ્રુપના અદાણી એન્ટરપ્રાઈઝને ઓડિશામાં એલ્યુમિના રિફાઈનરી પ્લાન્ટ તેમજ કેપ્ટિવ પાવર પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી મળી
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે મેટલ સેક્ટરમાં પણ એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝે ઓડિશામાં એલ્યુમિના રિફાઇનરી સ્થાપવાનું નક્કી કર્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ આ પ્લાન્ટ સ્થાપવા માટે $5.2 બિલિયન એટલે કે લગભગ રૂ. 41600 કરોડનું રોકાણ કરશે.
અદાણી ગ્રુપ અદાણી એન્ટરપ્રાઈઝને ઓડિશામાં એલ્યુમિના રિફાઈનરી પ્લાન્ટ તેમજ કેપ્ટિવ પાવર પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી મળી છે. તમને જણાવી દઈએ કે અદાણી ગ્રૂપે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મુન્દ્રા એલ્યુમિનિયમ લિમિટેડ નામની કંપની બનાવી હતી, જે બાદ સંકેત મળ્યા હતા કે ગૌતમ અદાણી મેટલ સેક્ટરમાં આવવાની તૈયારી કરી રહ્યા છે. હાલમાં આદિત્ય બિરલા ગ્રૂપ અને વેદાંત ગ્રૂપ આ સેક્ટરમાં પ્રભુત્વ ધરાવે છે.
ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ સતત જુદા જુદા ક્ષેત્રોમાં પગપેસારો કરે છે. તાજેતરમાં, કંપનીએ ટેલિકોમ સેક્ટરમાં પગ મૂકતી વખતે 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લીધો હતો. અને તેઓએ સ્પેક્ટ્રમ પણ ખરીદ્યું છે. આ વર્ષની શરૂઆતમાં, તેણે સિમેન્ટ સેક્ટરમાં મોટા એક્વિઝિશનની જાહેરાત કરતી વખતે હોલ્સિમ પાસેથી ACC અને અંબુજા સિમેન્ટ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપ MFCG, પાવર ડિસ્ટ્રિબ્યુશન, પાવર પ્લાન્ટ, ગ્રીન એનર્જી, પોર્ટ્સ સહિત એવિએશન સેક્ટરમાં હાજર છે.