બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં અદાણી મીડિયા નેટવર્ક અંગે આપી જાણકારી
AMG મીડિયા લિમિટેડ સાથે ભારતમાં પબ્લિશિંગ, એડવર્ટાઈઝિંગ અને બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રે જંપલાવ્યું
ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે મીડિયા ક્ષેત્રે પણ ઝંપલાવ્યું છે. બોમ્બે સ્ટોક એકસચેન્જને આપેલી માહિતી અનુસાર અદાણી ગ્રૂપ હવે એ.એમ.જી. મીડિયા લિમિટેડ સાથે ભારતમાં પબ્લિશિંગ, એડવર્ટાઈઝિંગ અને બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રે આવા જઈ રહ્યું છે. અદાણી ગ્રુપની આ જાહેરાત બાદ મીડિયા જગતમાં મોટી હલચલ જોવા મળી રહી છે.અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે બુધવારે જાહેરાત કરી હતી કે તેણે સંપૂર્ણ માલિકીની પેટાકંપની એએમજી મીડિયા નેટવર્ક્સનો સમાવેશ કર્યો છે જેની પ્રારંભિક અધિકૃત અને પેઇડ-અપ શેર મૂડી રૂ. 1,00,000 છે.
નવી પેટાકંપની વિવિધ પ્રકારના મીડિયા નેટવર્ક્સ પર પ્રકાશન, જાહેરાત, પ્રસારણ, સામગ્રીનું વિતરણ સહિત મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓના વ્યવસાયને આગળ ધપાવવાનું લક્ષ્ય રાખશે. AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડ યોગ્ય સમયે તેની વ્યવસાયિક કામગીરી શરૂ કરશે તેમ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના સમૂહે એક નિવેદનમાં જણાવ્યું હતું.
ગયા મહિને માર્ચમાં, અદાણીએ ક્વિન્ટ ડિજિટલની પરોક્ષ પેટાકંપની, ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ (“QBM”)માં લઘુમતી હિસ્સાને ખરીદ્યો હતો. અદાણી ગ્રૂપ સાથેનો પ્રસ્તાવિત વ્યવહાર માત્ર QBM માટે છે જે એક ડિજિટલ બિઝનેસ ન્યૂઝ પ્લેટફોર્મ છે અને ક્વિન્ટ ડિજિટલની માલિકીની અન્ય ડિજિટલ મીડિયા/મીડિયા ટેક પ્રોપર્ટીઝના સંબંધમાં નથી, તેમ કંપનીએ નિવેદનમાં જણાવ્યું હતું.