સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં વિપક્ષ મોંઘવારી અને જીએસટીના વધેલા દરો સામે સતત વિરોધ કરી રહ્યો છે. સરકારનો આરોપ છે કે વિપક્ષ સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરી રહ્યો છે. જ્યારે વિરોધ પક્ષોનું કહેવું છે કે સરકાર આ મુદ્દાઓ પર ચર્ચાથી ભાગી રહી છે. ગૃહમાં હંગામાને લઈને ડીએમકેના પાંચ સાંસદ સહિત 11 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Rajyasabha, Oppostion Protest, Congress, Congress Protest, DMK, suspension,

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
મોંઘવારી, બેરોજગારી, જીએસટી અને તપાસ એજન્સીઓની કાર્યવાહીને લઈને ચોમાસુ સત્ર (Monsoon Session)માં વિપક્ષનો હોબાળો ચાલુ છે. હંગામાને કારણે રાજ્યસભા (Rajyasabha)ના 11 સાંસદો (MP)ને એક સપ્તાહ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા સોમવારે કોંગ્રેસના ચાર સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રાજ્યસભા સાંસદોને ગૃહના વેલમાં ઘૂસીને સૂત્રોચ્ચાર કરવા બદલ એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદમાં વિપક્ષ સતત વિરોધ કરી રહ્યો છે. સરકારનો આરોપ છે કે વિપક્ષ સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરી રહ્યો છે. જ્યારે વિરોધ પક્ષોનું કહેવું છે કે સરકાર આ મુદ્દાઓ પર ચર્ચાથી ભાગી રહી છે.

આ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
રાજ્યસભામાં હંગામા માટે વિપક્ષી સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ડેપ્યુટી સ્પીકરે 11 સાંસદોને સસ્પેન્ડ કર્યા. આ સાંસદોમાં તૃણમૂલ સાંસદ સુષ્મિતા દેવ, ડૉ. શાંતનુ સેન અને ડોલા સેન, શાંતા છેત્રી, મોહમ્મદ અબ્દુલ્લા, એએ રહીમ, એલ. યાદવ અને વી. શિવદાસન, અબીર રંજન બિસ્વાસ, નદીમુલ હકનો સમાવેશ થાય છે.

સોમવારે ચાર સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
આ પહેલા સોમવારે લોકસભામાં વિપક્ષી સાંસદોએ મોંઘવારી અને GSTના વધતા દરો સામે વિરોધ દર્શાવ્યો હતો. લોકસભામાં હંગામો કરવા બદલ કોંગ્રેસના ચાર સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મણિકમ ટાગોર, ટીએમ પ્રતાપન, જ્યોતિમણિ, રામ્યા હરિદાસને સમગ્ર સિઝન માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.