ન્યુઝીલેન્ડમાં નવી સરકાર આવતા પોલીસે ગુનેગારો સામે કડક પગલાં ભરવાનું શરૂ કર્યું ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને લોકોમાં પોલીસે ફરીથી વિશ્વાસ ઉભો કર્યો છે.

ન્યુઝીલેન્ડમાં અત્યાર સુધી ગુનેગારોને જાણે કે પોલીસનો કોઈજ ડર ન હોય તેમ બેફામ બન્યા હતા અને લોકોમાં પણ અસુરક્ષાની લાગણી જોવા મળી રહી હતી અને પોલીસનું ગુનેગારો તરફનું ઢીલું વલણ લોકોને અકળાવી રહ્યું હતું પણ તાજેતરમાં નવી સરકાર આવતા હવે પોલીસે ગુનેગારો સામે કડક વલણ અપનાવતા ગુનેગારોમાં ભારે ફફડાટ મચ્યો છે.

માટામાટામાં પોલીસે એક પરિવારને બાનમાં લેનારા એક શસસ્ત્ર ગુનેગારનું પોલીસે એન્કાઉન્ટર કરતા બેફામ બનેલા ગુનેગાર આલમમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
મૃતકનું નામ 31 વર્ષીય ક્રિસ્ટોફર તૌકિરી હોવાનું પોલીસે જણાવ્યું છે

પોલીસે ગયા અઠવાડિયે વાઇકાટો શહેરમાં ગોળી મારતા જેનું મોત થયું તેનું નામ જાહેર કર્યું છે,જે માટામાટા પોલીસ સાથેની અથડામણમાં માર્યો ગયો હતો.

15 ફેબ્રુઆરીના રોજ માતામાતામાં પોલીસ સાથેના સંઘર્ષમાં માર્યા ગયો હતો.

પોલીસે તેને ચોરીનું વાહન રોકવામાં નિષ્ફળ ગયા પછી હેમિલ્ટનથી પીછો કર્યો હતો
દરમિયાન 50 કિમી દૂર માટામાટા વિસ્તારમાં તેના વાહનને અન્ય વાહન સાથે અકસ્માત થતા તે એક ઘરમાં ઘૂસી ગયો હતો, જ્યાં તેણે બાળક સાથેના એક પરિવારને બંદૂક વડે ધમકી આપી બાનમાં લીધું હતું.
જ્યારે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા, ત્યારે આ સશસ્ત્ર ઇસમ અને પોલીસ વચ્ચે ફાયરીંગ થતા તે ઇસમને ગોળી વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
જોકે,અધિકારીઓએ તાત્કાલિક તેને બચાવવા તબીબી સહાય પૂરી પાડી હતી પણ થોડા સમય બાદ તેનું મૃત્યુ થયું હતું.

આ ઘટનામાં સામેલ વાહનોના ફૂટેજની તપાસ ચાલુ છે જેમાં સિલ્વર મઝદા MPV અને બ્લેક BMW 120iનો સમાવેશ થાય છે, જેનો મેકલેરેન રોડ પર અકસ્માત થયો હતો.

ડેપ્યુટી મેયર જેમ્સ થોમસે કહ્યુ કે આ એક દુર્ઘટના છે કે જેમાં તેણે જીવ ગુમાવ્યો છે પરંતુ તેણે મૂળભૂત રીતે તેણે એક પરિવારને બંધક બનાવ્યો હતો જેમાં પોલીસ મુઠભેડમાં તેનો જીવ ગયો.
આ ઘટનાને લઈ હવે લોકોમાં પોલીસ ઉપર ભરોસો વધ્યો છે અને સુરક્ષાની લાગણી જન્મી છે.