અકસ્માત એટલો જીવલેણ હતો કે ત્રણેય વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા, બે ટ્રક વચ્ચે થઇ અથડામણ, ટ્રક ડ્રાઇવર યાદવિંદર સિંહ ભટ્ટી તથા 50 વર્ષના અનુભવી ટ્રક ડ્રાઇવર નેવિલ મગરીજનું મોત

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
સાઉથ ઓસ્ટ્રેલિયાના યાલાટામાં ભારતીય મૂળના સંડોવતા અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. યાલાટાના આયર હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત ગુરુવારે સવારે 6.45 કલાકે થયો હતો જેમાં ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવર 45 વર્ષીય યાદવિંદર સિંહ ભટ્ટી તથા સ્મિથફિલ્ડના 77 વર્ષીય નેવિલ મગરીજનું મોત થયું હતું. જ્યારે ન્યુ સાઉથ વેલ્સના 25 વર્ષીય યુવકનું પણ અકસ્માતમાં મોત થયું છે. અકસ્માત એટલો ભયાવહ હતો કે અન્ય મોટરિસ્ટ પણ કંઇ જ કરી શક્યા ન હતી. કારણ કે અકસ્માત બાદ તુરંત જ ટ્રકમાં ભયાવહ આગ ફેલાઇ હતી.

હાલ નેવિલ તથા યાદવિંદર સિંહ માટે ગો ફંડ પેજ શરૂ કરવામાં આવ્યું છે જ્યાં યાદવિંદર સિંહના ગો ફંડ પેજ પર 60 હજાર ડોલર તથા નેવિલના ફંડરેઇઝરમાં 34 હજાર ડોલર એકઠા કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે નેવિલ પાસે 50 વર્ષથી વધુનો ટ્રક ડ્રાઇવિંગ અનુભવ હતો. હાલ સાઉથ ઓસ્ટ્રેલિયન પોલીસ તપાસ કરી રહી છે કે આખરે આટલો ભયાવહ અકસ્માત કેવી રીતે થયો ?