દારૂ કૌભાંડ કેસના આરોપી સંજય સિંહના જામીન અને ધરપકડને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

જેમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.

સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને પૂછ્યું કે શું સિંહને વધુ સમય માટે કસ્ટડીમાં રાખવાની જરૂર છે?
સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરલેની ત્રણ જજોની બનેલી બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી.
ખંડપીઠે ઈડીને પૂછ્યું હતું કે સંજય સિંહને હજી જેલમાં કેમ રાખવાની જરૂર છે? સંજયસિંહના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે મની લોન્ડરિંગની પુષ્ટિ થઈ નથી અને કોઈ પુરાવા પણ મળ્યા નથી,આમ છતાં સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે.

આ પછી સંજય સિંહને જામીન મળી ગયા.

સુપ્રીમ કોર્ટની  જજોની બેન્ચે જામીન આપી દીધા છે.
દિલ્હી દારુ કૌભાંડમાં સંજય સિંહ છેલ્લા છ મહિનાથી જેલમાં બંધ હતા અને હવે તેઓ રાજકીય ગતિવિધિઓમાં પણ ભાગ લઈ શકશે.

સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે AAP નેતા સંજય સિંહને જામીન
આપ્યા છે.

મહત્વનું છે કે સંજય સિંહની ગયા વર્ષે 4 ઓક્ટોબરે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.