કથિત દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીએ મોરચો ખોલ્યો છે અને કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAPએ પીએમ આવાસને ઘેરવાની જાહેરાત કરી હતી જોકે, દિલ્હી પોલીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સુરક્ષા વધારવા સાથે
આમ આદમી પાર્ટીને કોઈપણ પ્રદર્શન માટે પરવાનગી આપી નથી અને કેટલાક મેટ્રો સ્ટેશન બંધ કરાયા છે,
દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જારી કરી છે.
સુરક્ષાના કારણોસર દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ મેટ્રો સ્ટેશન, પટેલ ચોક મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 3 અને સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 5 પર પ્રવેશ/બહાર નીકળવાના માર્ગો આગામી આદેશો સુધી બંધ રખવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સીએમ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે મંગળવારે એટલે કે આજે પીએમના નિવાસસ્થાને ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી.
સાથેજ તમામ વિપક્ષી પાર્ટીઓએ 31 માર્ચે રામલીલા મેદાનમાં વિશાળ રેલીનું આયોજન કરવાની પણ જાહેરાત કરી હતી.
જોકે,પોલીસે કોઈ પ્રદર્શનની પરમિશન આપી નથી અને સુરક્ષા વધારી દીધી છે.