કોરોનાએ ફરી એકવાર સમગ્ર વિશ્વમાં ઉથલો માર્યો છે અને FLiRT નામના નવા વરિએન્ટને લઈ ભારત સહિત વિશ્વમાં તંત્ર એલર્ટ બન્યું છે.
તેમાંય સિંગાપોરમાં 25,900 થી વધુ કેસ દેખાતા સ્વાસ્થ્ય મંત્રાલયે ફરી એકવાર તમામ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.
યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના તાજેતરના અહેવાલ મુજબ, તાજેતરમાં ગંદા પાણીમાં કોરોનાના નવા પ્રકારોનો એક નવો વેરીએન્ટ જોવા મળ્યો છે, જેને FLiRT નામ આપવામાં આવ્યું છે.
યુનાઇટેડ સ્ટેટ્સ અને સિંગાપોર સહિત ઘણા દેશોમાં આ નવા વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે,સ્થિતિ એ છે કે ઝડપથી વધી રહેલા સંક્રમણને કારણે સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયે ફરી એકવાર તમામ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગાપોરમાં કોવિડ-19ની નવી લહેર જોવા મળી રહી છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 5 થી 11 મે સુધીમાં અહીં 25,900 થી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગે શનિવારે ફરી એકવાર લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.
કુંગે કહ્યું, અમે આ નવા મોજાના પ્રારંભિક તબક્કામાં છીએ, ચેપના કેસ સતત વધી રહ્યા છે. આગામી બેથી ચાર સપ્તાહમાં તેમાં વધુ વધારો થવાની ધારણા છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને તમામ લોકોએ ફરી એકવાર માસ્ક પહેરવાની ટેવ પાડવી જોઈએ જેથી ચેપના ફેલાવાને નિયંત્રિત કરી શકાય. દરેક વ્યક્તિએ જૂનના અંત સુધી ચેપના આ નવા મોજાને લઈને વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે.
CDC અનુસાર, KP.2 સબ-વેરિઅન્ટના કારણે યુ.એસ.માં 14 થી 27 એપ્રિલ દરમિયાન લગભગ 25% કેસ થયા છે. વૈશ્વિક સ્તરે, કોરોનાના JN.1 અને તેના પેટા પ્રકારો, જેમાં KP.1 અને KP.2નો સમાવેશ થાય છે, તે વધતા જોવા મળે છે. સિંગાપોરમાં હાલમાં બે તૃતીયાંશ કરતાં વધુ કેસ KP.1 અને KP.2 છે.
સંશોધકોએ કહ્યું કે કોરોનાનું આ પ્રકાર ઓમિક્રોન જેવું જ છે, જે લોકોને ઝડપથી સંક્રમિત કરી શકે છે. આ ઉપરાંત, આ પ્રકાર રસીકરણ દ્વારા બનાવેલ શરીરની રોગપ્રતિકારક શક્તિને દૂર કરવામાં પણ સફળ થઈ રહ્યું છે.
CDC ડેટા અનુસાર, FLiRT વેરિઅન્ટના બે સ્ટ્રેન્સ (KP.1.1 અને KP.2) હાલમાં ઝડપથી વધી રહ્યા છે. બે અઠવાડિયાના સમયગાળામાં, આ પ્રકારને કારણે ચેપના કેસોમાં ખૂબ જ ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે.
■ભારતમાં નવા વેરિઅન્ટ FLiRTના 250 કેસ કેસ નોંધાયા છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં પણ કોરોનાના નવા પ્રકાર વેરીએન્ટ FLiRTના કેસ નોંધાયા છે.
ભારતમાં અત્યાર સુધીમાં 250 કેસ નોંધાયા છે.
KP.2 અને KP1.1 મોટાભાગના કેસ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સબ-વેરિઅન્ટ KP.2 ના 91 કેસોની ઓળખ કરવામાં આવી છે, જે રાજ્યમાં કોરોના કેસોમાં વધારો દર્શાવે છે. 15 મે સુધીના ડેટા અનુસાર, પુણેમાં સૌથી વધુ 51 લોકો આ નવા પ્રકારથી સંક્રમિત જોવા મળ્યા છે, જેમાં 20 કેસ સાથે થાણે બીજા ક્રમે છે. અમરાવતી અને છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સાત-સાત કેસ નોંધાયા હતા.