જમ્મુ-કાશ્મીરમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી કે જ્યાં એક ડ્રાઇવર વગરની ટ્રેન જમ્મુના કઠુઆથી લગભગ 70 કિલોમીટરનું અંતર કાપી પંજાબના હોશિયારપુરના દસુહા સ્થિત ઉચી બસ્સી પહોંચી ગઈ હતી જેની સ્પીડ 70 થી 80 વચ્ચે હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ અંગે લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે.
કેટલાક લોકોએ રેલવે પર સવાલ ઉઠાવી રહયા છે.

જ્યારે એક યુઝરે લખ્યું કે આ એક ચિંતાજનક ઘટના છે જે રેલ્વે સુરક્ષા પ્રોટોકોલ પર સવાલો ઉભા કરે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે સંપૂર્ણ તપાસની જરૂર છે.
અન્ય યુઝરે ડ્રાઈવરને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
જ્યારે એક યુઝરે લખ્યું, આ અત્યંત ચિંતાજનક છે, રેલવે મંત્રીએ રાજીનામું આપવું જોઈએ.

આ મામલે જમ્મુના ડિવિઝનલ ટ્રાફિક મેનેજરે કહ્યું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, સદનસીબે હાલ આ ઘટનામાં કોઈ નુકશાની અંગે કોઈ માહિતી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આવો જ એક કિસ્સો વર્ષ 2020માં ઝારખંડમાંથી સામે આવ્યો હતો.
જ્યાં બારસુઆ રેલ્વે સ્ટેશન પર એક માલગાડી ઉભી હતી ત્યારે અચાનક ટ્રેન બિમલગઢ રેલવે સ્ટેશન તરફ પાછળની તરફ જવા લાગી અને 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા લાગી હતી તે વખતે પણ ડ્રાઇવર વગર રિવર્સ ટ્રેન દોડી હતી.